ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે.
એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે વાત કરતા મુકેશ છાબરાએ કહ્યું કે વિરાટે જે રીતે તેની ક્રિકેટ સફળતાને સંભાળી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. છાબરા અનુસાર, વિરાટની ફિટનેસ, દેખાવ અને માનસિક્તા ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણને દર્શાવે છે. જોકે તેનું માનવું છે કે વિરાટ કોહલીને એક્ટિંગમાં આવવાની કોઈ જરૂર નથી. છાબરાએ કહ્યું, “વિરાટ કોહલીએ સફળતાને સારી રીતે સંભાળી છે. તે એક તેજસ્વી વ્યક્તિ છે અને દેશને ગૌરવ અપાવી રહ્યો છે. તેણે ફિલ્મોમાં જોવાને બદલે તેની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ.
મુકેશ છાબરાએ વિરાટ કોહલીના અંગત જીવન વિશે પણ કેટલીક માહિતી શેર કરી હતી. તેણે કહ્યું કે વિરાટ છોલે ભટુરેનો મોટો ફેન છે અને ખૂબ જ સારો વ્યક્તિ છે. છાબરાએ કહ્યું કે તે લગભગ ૫-૬ વર્ષ પહેલા એક પાર્ટીમાં વિરાટને મળ્યો હતો અને ત્યારથી વિરાટ એક રોલ મોડલ બની ગયો છે.
જોકે મુકેશ છાબરા વિરાટને ફિલ્મોમાં જોવાની વિરુદ્ધ સલાહ આપે છે, પરંતુ વિરાટ કોહલીનું બોલિવૂડ સાથે ખાસ જોડાણ છે. વિરાટે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર તેમના બાળકો સાથે લંડનમાં રજાઓ મનાવતા જોવા મળે છે. આમ, વિરાટ કોહલી ચોક્કસપણે બોલિવૂડ સાથે પરોક્ષ જોડાણ ધરાવે છે, પરંતુ છાબરા માને છે કે તેણે ફક્ત તેની રમત પર યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિરાટ કોહલીની ક્રિકેટની સફળતા અને વ્યક્તિગત ગુણોની પ્રશંસા કરવામાં આવે છે, અને મુકેશ છાબરાની સલાહ સૂચવે છે કે વિરાટે તેની વર્તમાન કારકિર્દી ચાલુ રાખવી જોઈએ. બોલિવૂડની ચમક અને ગ્લેમરથી દૂર રહીને વિરાટ કોહલીએ પોતાની રમતગમતની સફર પર યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તે દેશ માટે વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે.