ક્રિકેટર મોહમ્મદ શમી સુંદર સાંસદ નુસરત જહાંને હરાવવા માટે લોક્સભા ચૂંટણીના મેદાનમાં ઉતરશે?

નવીદિલ્હી, પશ્ર્ચિમ બંગાળની જાણીતી બશીરહાટ લોક્સભા બેઠક પર મોહમ્મદ શમીના નામની ચર્ચા છે. આ બેઠક પર હાલ પશ્ર્ચિમ બંગાળની અભિનેત્રી નુતસરત જહાં સાંસદ છે. હવે આ સુંદરી અને સાંસદ સામે ભાજપ તરફથી ક્રિકેટ મોહમ્મદ શમીને ઉતારવામાં આવશે તેવી અટકળો થઈ રહી છે. મહત્વનું છે કે બશીરહાટ લોક્સભા બેઠક પર ૨૦૦૯થી તૃણમુલ કોંગ્રેસનો કબજો છે.

સેલિબ્રિટી સામે સેલિબ્રિટીને ઉતારવામાં આવે તેવી અટકળોમાં શમીનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વખતની ચૂંટણીમાં પણ પોતાની સીટ જાળવી રાખવા માટે ટીએમસી અભિનેત્રીને જ મેદાનમાં ઉતારે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, આવામાં જોવાનું એ રસપ્રદ રહેશે કે આખરે ચૂંટણી લડવા અંગે મોહમ્મદ શમી શું નિર્ણય લે છે.

લઘુમતી મતો ધરાવતી આ બેઠક જીતીને ટીએમસીની બેઠકો ઘટાડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી શકે છે. ટીએમસી દ્વારા બશીરહાટ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉતારીને તેના પર ૨૦૦૯થી કબજો રાખવામાં આવ્યો છે.પાછલી ચૂંટણીમાં આ બેઠક પરથી નુસરત જહાંએ ભાજપના ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી હતી. જેમાં ભાજપના ઉમેદવારને લગભગ ૪.૩૧ લાખ અને નુસરત જહાંને ૭.૮૨ લાખ મત મળ્યા હતા. ૩.૫૦ લાખ મતો સાથે નુસરત જહાંએ આ બેઠક જીતી લીધી હતી.મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે, આવામાં તે આઇપીએલ અને ટી ૨૦ વર્લ્ડકપમાં પણ રમી શકશે નહીં. આવામાં તે ચૂંટણી અંગે શું નિર્ણય લે છે તે જોવાનું મહત્વનું રહેશે.

નોંધનીય છે કે, મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પણ પશ્ર્ચિમ બંગાળની છે. આવામાં જો શમી ચૂંટણી મેદાનમાં ઉતરે છે તો તેની પત્નીને હસીન જહાંને મેદાનમાં ઉતારીને ટીએમસી પોતાની રણનીતિ બદલી શકે છે.