ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા ફરી એકવાર લગ્ન કરશે

  • વેલેન્ટાઇન-ડેના દિવસે ઉદયપુરમાં સાત ફેરા ફરશે, ૩ વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યાં હતાં.

મુંબઇ,

ઇન્ડિયા ટી-૨૦ ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકવાર ફરી લગ્ન કરવા જઈ રહ્યાં છે. ફંક્શન આજથી ઉદયપુરમાં શરૂ થઈ ગયાં છે. જે આગામી બે દિવસ સુધી ચાલશે. ૧૪ તારીખ એટલે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન થશે. આ પહેલાં બંનેએ ૩૧ મે ૨૦૨૦ના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતાં. જોકે, આ વખતે તેઓ પારંપરિક રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે. ફંક્શન રેફલ્સ હોટલમાં યોજાશે. આ કપલને બે વર્ષનો એક દીકરો અગસ્ત્યા પણ છે. લગ્ન માટે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજે ઉદયપુર પહોંચ્યાં છે. તેમની સાથે પરિવારના સભ્ય અને ઇન્ડિયન ક્રિકેટર ઈશાન કિશન પણ આવ્યો છે. આજે સાંજથી લગ્નનાં ફંક્શન શરૂ થઈ જશે, જે ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં હલ્દી, મહેંદી અને સંગીત સહિત અન્ય કાર્યક્રમ પણ રહેશે.

સબયાની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક નચ બલિયે સિઝન-૯માં તેના એક્સ બોયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળી હતી. હાર્દિક અને નતાશાની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઈ હતી. અહીંથી જ બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.હાર્દિકે ૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. જેની જાણકારી પણ તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તે પછી ૩૧ મે ૨૦૨૦ના રોજ નતાશા અને હાર્દિકે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું કે તેઓ પેરેન્ટ્સ બનવાનાં છે. ૩૦ જુલાઈએ એક ફોટો શેર કરીને હાર્દિકે દીકરાનો જન્મ થયો હોવાની જાણકારી આપી હતી. ત્યારે તેણે લખ્યું હતું- અમને દીકરાના સ્વરૂપમાં આશીર્વાદ મળ્યા છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યાં હતાં. જેમાં પરિવારના લોકો સામેલ હતા.

હાર્દિક પંડ્યાનાં લગ્નમાં સામેલ થવા માટે ક્રિકેટર ઈશાન કિશન પણ ઉદયપુર આવ્યો છે. હાર્દિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મારી સગાઈ અંગે માતા-પિતાને પણ જાણકારી હતી નહીં. ભાઈ ક્રુણાલને પણ બે દિવસ પહેલાં જાણકારી આપી હતી. આ બધું થયા પછી પણ પરિવારના લોકોએ મારો સાથ આપ્યો. સગાઈ પછી હાર્દિકે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો પોસ્ટ કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું- મૈં તેરા, તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન.