ક્રિકેટ ટીમનો વધુ એક ખેલાડી વિવાદમાં, બોર્ડે ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને પર ૧ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

મુંબઇ,

ટી ૨૦ વર્લ્ડ કપમાં એશિયા કપ ખિતાબની સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહેલી શ્રીલંકાની ટીમ હાલમાં તમામ ખોટા કારણોસર ચર્ચામાં છે. ખેલાડીઓની શિસ્તએ શ્રીલંકન ક્રિકેટને મુશ્કેલીમાં મૂકી દીધું છે. ગુણાતિલક બળાત્કારના આરોપમાં ફસાયા બાદ ચમિકા કરુણારત્ને મુશ્કેલીમાં છે અને બોર્ડે તેની સામે કાર્યવાહી કરી છે.

શ્રીલંકાના બોર્ડે એક નિવેદન જાહેર કરીને કરુણારત્ન પર કોન્ટ્રાક્ટના નિયમોના ઉલ્લંધન કરવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.

કરુણારત્ન પર હાલમાં પ્રતિબંધ લાગુ થયો નથી કારણ કે, બોર્ડે આ સજાને સસ્પેન્ડ કરી છે. એટલે કે, આ સમય દરમિયાન તે રાષ્ટ્રીય ટીમ માટે રમી શકશે, પરંતુ જો આ એક વર્ષ દરમિયાન તે ફરીથી દોષિત સાબિત થશે તો તેના પર આ પ્રતિબંધ લાગુ થશે.

પ્રતિબંધ સિવાય તેના પર ૫ હજાર ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે પરંતુ શ્રીલંકાના બોર્ડે પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ કર્યું નથી કે, કરુણારત્ને ક્યાં નિયમોનું ઉલ્લંધન કર્યું નથી પરંતુ એ જરુરુ કહ્યું છે કે, ઓલરાઉન્ડરે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે.

૨૬ વર્ષના કરુણારત્ને હાલમાં ટી ૨૦ વર્લ્ડકપમાં રમનારી શ્રીલંકાની ટીમનો ભાગ હતો પરંતુ આ ટૂર્નામેન્ટમાં તે અસફળ રહ્યો હતો. ૭મેચમાં તેમણે માત્ર ૩૨ રન અને ૩ વિકેટનું જ યોગદાન રહ્યું છે.