મુંબઇ, આઇપીએલ ૨૦૨૪માં ૩૧મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈઝર્સ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં તેની ટીમ ૨૨૩ રન બનાવ્યા બાદ પણ હારી ગઈ હતી.કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ હાર પચાવવી ખૂબ જ મુશ્કેલ હતી, આ દરમિયાન બીસીસીઆઇએ તેને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે તેને બેવડું નુક્સાન વેઠવું પડે છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ બાદ બીસીસીઆઈએ તેના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવવા બદલ તેની ટીમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઇપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ અય્યરને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.