ક્રિકેટની લોકપ્રિયતાનો ગ્રાફ ફૂટબોલની જેમ વધારવા માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીની એક મિટિંગ મહત્વની સાબિત થશે. આ વર્ષે ઓક્ટોબરમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની નવી ઈનિંગ્સ શરુ થવાના નિર્ણય પર મહોર લાગી શકે છે. વર્ષ 2028માં લોસ એજિલ્સમાં થનારા ઓલિમ્પિક્સમાં ક્રિકેક સામેલ થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી 2028માં ક્રિકેટ સહિત 9 રમત સામેલ કરવાની તૈયાર કરી રહ્યું છે. અમદાવાદમાં 14 ઓક્ટોબરમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ 15 થી 16 ઓક્ટોબરે મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીની બેઠક મળશે. 2028ના ઓલિમ્પિક્સમાં નવી રમતોને સામેલ કરવાના નિર્ણય પર મુંબઈમાં વોટિંગ થશે. આ મિટિંગમાં 100થી વધારે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના અધિકારીઓ હાજર રહેશે.
વર્ષ 1900માં ઓલિમ્પિક્માં ક્રિકેટ રમાયુ હતુ,. જેમાં બ્રિટન અને ફ્રાન્સના પ્રતિનિધિત્વવાળી 2 ટીમો વચ્ચે એકમાત્ર ગોલ્ડ મેડલ માટે મેચ યોજાશે. ઓલિમ્પિક્સના કડક નિયમોને કારણે ત્યારબાદથી આ રમત ઓલિમ્પિક્સમાં સામેલ થઈ શકી નથી. 128 વર્ષ ક્રિકેટની રમત રમાશે.
ક્રિકેટ સિવાય ઓલિમ્પિકમાં ફ્લેગ ફૂટબોલ, કરાટે, બ્રેક ડાન્સિગ, સ્ક્વોશ, મોટરસ્પોર્ટ, લૈક્રોસ, કિકબોક્સિંગ, બેસબોલ-સોફ્ટબોલ જેવી રમતો પણ સામેલ થઈ શકે છે. ભૂતપૂર્વ IOC માર્કેટિંગ અને બ્રોડકાસ્ટ રાઇટ્સ ડિરેક્ટર માઇકલ પેને, જેઓ લગભગ બે દાયકા સુધી ત્યાં કામ કર્યા પછી તેની આંતરિક કામગીરી સારી રીતે જાણે છે, તેઓ માને છે કે ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સામેલ કરવાની મજબૂત તક છે.
8 સપ્ટેમ્બરના રોજ સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીની સર્વશક્તિમાન કાર્યકારી બોર્ડની બેઠક મળશે. તેમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીા અધ્યક્ષ થોમસ બાખ પણ સામેલ થશે. આ મિટિંગમાં 2028ના ઓલિમ્પિક્સના કાર્યક્રમ અંગે ચર્ચા થશે.