ગોધરા,
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં COVID-19 અંતર્ગત બીજા તબક્કામાં કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો.જેમાં સરકારી પ્રાથમિક શાળાઓના તમામ ૧૨૧૫ શિક્ષકોની વેક્સિનની રસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી. તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી ઘોઘંબા, સીમલિયા, રીંછવાણી, ગૂંદી, ગમાણી, રણજીતનગર ૬ જેટલા સેન્ટરો ઉપર પ્રથમ તબક્કાની વેક્સિનની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃણાલ એસ.હઠીલા, બી.આર.સી.કોર્ડિનેટર પ્રવિણસિંહ જી.સોલંકી, સી.આર.સી. કોર્ડિનેટરો, બીટ કેળવણી નિરીક્ષક,અને શિક્ષણનો સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લામાથી જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વી.એમ.પટેલ સેન્ટરોની મુલાકાત કરીને વેક્સિન અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસરોની નિગરાની હેઠળ વેકસીનેશન કરાયું હતું.
રિપોર્ટર : યોગેશ કનોજીયા