
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને દેશમાં રસીકરણ અભિયાન ધીમું પડી ગયું છે અને તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે એક નવો અને ચોંકાવનારો સવાલ ઉપસ્થિત થયો છે કે કોવેકસિન રસીના ચાર કરોડ ડોઝ કયાં ગયા છે ?
અંગ્રેજી અખબારે ઈકોનોમિક ટાઈમ્સમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે કે આ રસીના છ કરોડ ડોઝ તૈયાર થઈ ગયા હતા અને તેમાંથી કેન્દ્ર સરકાર દ્રારા બે કરોડનું દેશમાં વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોને રસી આપવામાં આવી છે તો બાકીના ચાર કરોડ ડોઝ કયાં ગયા છે.
સત્તાવાર ડેટા માંથી મળેલી માહિતી મુજબ ૨.૧ કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે અને ભારત બાયોટેક કંપની દ્રારા કુલ છ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ બાકીના ચાર કરોડ ખોરાક નો કોઈ હિસાબ મળતો નથી અને અત્યારે દેશમાં રસીની ખૂબ જ જરિયાત છે ત્યારે જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને કેન્દ્ર સરકારની સામે અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે.
હવે આ બાબતે કેન્દ્ર સરકાર દ્રારા ચોખવટ કરવામાં આવે ત્યારબાદ જ વાત કિલયર થઈ શકે એમ છે પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ બારામાં કોઈ નિવેદન કે કોઈ ચોખવટ આપવામાં આવ્યા નથી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કંપની અને સરકારનાં નિવેદનો પરથી એમ કહી શકાય કે ભારતમાં છ કરોડ જેટલા ડોઝનુ વિતરણ થઇ જવાની જર હતી તે શા માટે થઇ શકયું નથી.
આ બારામાં મીડિયા દ્રારા ભારત બાયોટેક કંપની પાસેથી ચોખવટ માગવામાં આવી હતી પરંતુ તેના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. જો કે થોડા દિવસ પહેલા જ કંપની દ્રારા પોતાના ઉત્પાદન ની સંખ્યા જાહેર કરવામાં આવી હતી અને એ જ રીતે કેન્દ્ર સરકાર દ્રારા પણ એફિડેવિટ કરીને ઉપરોકત ઉત્પાદન ની સંખ્યા જાહેર કરવામાં આવી હતી.