કોર્ટે શિજાનને વિદેશ જવાની મંજૂરી આપી:’ખતરોં કે ખિલાડી-૧૩’માં ભાગ લેશે શિજાન;

મુંબઇ,તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શિજાન ખાનને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વસઈ સેશન્સ કોર્ટે પોલીસને શિજાન ખાનનો પાસપોર્ટ પરત કરવા અને તેમને વિદેશ જવાની મંજૂરી આપી છે.

’ખતરોં કે ખિલાડી’માં તેની ભાગ લેવાનો ઉલ્લેખ કરીને શિજાને પાસપોર્ટ પરત કરવા કોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ તુનિષાની માતાએ ટીવી ચેનલને વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, જે માણસ હજુ સુધી નિર્દોષ સાબિત થયો નથી તેને ટીવી પર બતાવીને તેનું ગૌરવ ન કરવું જોઈએ.૪ માર્ચ ૨૦૨૩ના રોજ જેલમાંથી બહાર આવ્યા બાદ શિજાને પાસપોર્ટ પરત કરવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે શિજાનની વાત માનીને ૧૦ જુલાઈ ૨૦૨૩ સુધી મુસાફરી કરવાની પરવાનગી આપી છે. અહેવાલ મુજબ, શિજાનના વકીલે કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, ’અમે માનનીય કોર્ટના આભારી છીએ જેમણે શિજાનને ’ખતરોં કે ખિલાડી’ માટે વિદેશ જવાની મંજૂરી આપી છે.’

તુનિષા શર્માની માતા વનીતા શર્માએ કહ્યું હતું કે, ’લોકો ટીવી પર તેમના મનપસંદ કલાકારોની મૂત બનાવે છે અને તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે. મારી ટીવી ચેનલો અને તેના નિર્માતાઓને વિનંતી છે કે એવા વ્યક્તિને પ્લેટફોર્મ ન આપો જે આ કેસમાં અત્યાર સુધી નિર્દોષ સાબિત ન થયા હોય. લગભગ ૭૦ દિવસ જેલમાં રહ્યા બાદ ૪ માર્ચે શિજાન ખાનને જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ શિજાન તેની માતા અને બહેનને પકડીને રડી પડ્યો હતો. તુનિષાએ ૨૪ ડિસેમ્બરે શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

તુનિષાએ આત્મહત્યા કર્યાના કલાકો બાદ તેની માતાએ તેના કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પોલીસે શિજાનની ધરપકડ કરી હતી. શિજાન સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો હતો.તે ૨૫ ડિસેમ્બરથી જેલમાં હતો. આ દરમિયાન તુનિષાના પરિવારે તેના પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તુનિષાની માતા અને મામાએ જણાવ્યું કે, શિજાન સાથેના બ્રેકઅપ બાદ તુનિષા ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી. શિજાન અને તુનિષા લગભગ ૪ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અભિનેત્રીની આત્મહત્યાની ઘટનાના ૧૫ દિવસ પહેલાં બંનેનું બ્રેકઅપ થયું હતું.

શિજાન અને તુનિષા લગભગ ૪ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અભિનેત્રીની આત્મહત્યાની ઘટનાના ૧૫ દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું. તુનીષાની માતાએ આરોપ લગાવ્યો હતો કે, ’શિજાન તુનિષાનું માનસિક અને આર્થિક શોષણ કરતો હતો. શિજાનની બહેન ફલકનાઝ તુનિષાને દરગાહ પર લઈ જતી હતી. શિજાન તુનિષા પાસેથી મોંઘીદાટ ભેટ માંગતો હતો.