મુંબઇ,
લગ્ન પ્રસંગમાં મહેમાનો અને મિત્રો નવદંપતીને આશીર્વાદ સાથે કઈક ભેટ પણ આપતા હોય છે. સામાન્ય લોકો ના લગ્નમાં ભેટ પણ સામાન્ય જ હોય છે પણ જ્યારે કોઈ સેલિબ્રિટીના લગ્ન હોય તો ભેટ પણ વિશેષ જ હોય.તો જુઓ કે આથિયા અને કે એલ રાહુલ ને લગ્નમાં કેવી કેવી ભેટ મળી છે..મહેમાનોનું આવવું અને ગિફ્ટ આપવી એ તો સામાન્ય વાત છે, પરંતુ બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટીની દિકરી અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન પ્રસંગે મળેલી ભેટની વાત જ કંઈક અનેરી છે. સ્ટાર્સથી ભરેલી આ વેડિંગ પાર્ટીમાં કોઈએ કરોડોની કિંમતનો નેકલેસ આપ્યો તો કોઈએ ૩૦ લાખના પરફ્યુમની સુગંધ ફેલાવી. પાર્ટીમાં આવેલા બોલિવૂડ સ્ટાર્સે કપલને ખૂબ જ મોંઘી ભેટ આપી હતી.
સૌથી પહેલા વાત કરીએ આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીની, તો તેણે પોતાની દીકરીને લગ્નની ભેટ તરીકે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ આપ્યો છે. તેની કિંમત લગભગ ૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બોલિવૂડના ’દબંગ’ સલમાન ખાન અને સુનીલ શેટ્ટીની મિત્રતા વિશે બધાને ખબર જ છે અને આ અવસર પર સલમાને પોતાના ખાસ મિત્રની દીકરીને એક ઓડી કાર ગિટ કરી છે, જેની કિંમત લગભગ ૧.૬૩ કરોડ રૂપિયા છે.જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને જેકી દાદા આથિયાને તેમની પુત્રીની જેમ માને છે. આ ખાસ અવસર પર તેણે ચોપર્ડ બ્રાન્ડની ઘડિયાળ આપી છે, જેની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા છે. અર્જુન કપૂરને પણ આથિયા શેટ્ટીનો ખૂબ સારો મિત્ર માનવામાં આવે છે અને તેણે લગ્નમાં પોતાના ખાસ મિત્રને હીરાનું બ્રેસલેટ ગિટ કર્યું હતું. તેની કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
એવું નથી કે આ પ્રસંગે માત્ર બોલિવૂડ સ્ટાર્સે જ પોતાનું મોટું દિલ બતાવ્યું હતું. ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી આ મામલે પણ કિંગ સાબિત થયો છે. તેણે તેના મિત્ર કેએલ રાહુલને એક મ્સ્ઉ કાર ગિટ કરી છે, જેની કિંમત લગભગ ૨.૧૭ કરોડ રૂપિયા છે.
ભૂતપૂર્વ કેપ્ટન માહી એટલે કે મહેન્દ્ર સિંહ ધોની પણ લગ્નમાં હાજર રહ્યા હતા અને તેણે ઘણા બધા આશીર્વાદ સાથે કેએલ રાહુલને કાવાસાકી નિન્જા બાઇક ભેટમાં આપી હતી. આ બાઇકની બજાર કિંમત ૮૦ લાખ રૂપિયાની આસપાસ છે.