આજકાલ લોકો સેક્સને લઈને થોડાક સભાન થયા છે. પરંતુ ભારતમાં આજે પણ સેક્સના મુદ્દે ખૂલીને વાત કરતા નથી, તેઓ શરમ અનુભવે છે અથવા તો ખરાબ નજરોથી જોવામાં આવશે. હાલ પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ભારતમાં વાયો છે, જેણા કારણે લોકો થોડીક શરમ છોડીને સેક્સ મુદ્દે ખુલીને વાત કરતા થયા છે, ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ ડેટામાં સેક્સને લઈને મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી છે.
આ સર્વેમાં લોકોને ઘણા પ્રકારના સવાલ પુછવામાં આવ્યા હતા. જેમાં શું હજુ પણ લોકો માને છે કે લગ્ન પહેલા સેક્સ કરવું ખોટું છે? તેઓ સેક્સુઅલી એક્ટિવ કંઈ ઉંમરમાં થયા? સર્વે દ્વારા ખબર પડી હતી કે સેક્સ સાથે જોડાયેલા દરેક સવાલ પર ભારતીય પુરુષો અને મહિલાઓનું વલણ કેટલું અલગ છે.
મહિલાઓ કેમ જલ્દી થઈ જાય છે સેક્સઅલી એક્ટિલ
મહિલાઓનું સેક્સુઅલી એક્ટિવ થવું ઘણી વાતો પર નિર્ભર કરે છે. તેનું એક કારણ એવું પણ છે કે સેક્સના મામલે આજે પુરુષોની સરખામણીમાં મહિલાઓની ઈચ્છા ઘણી ઓછી હોય છે. ઘણી યુવતીઓ યૌન શોષણની પણ શિકાર બને છે. સર્વે અનુસાર, મહિલાઓને પ્રથમ વખત સેક્સનો અનુભવ તેમના શાળાકીય અભ્યાસ તેમજ તેમના સામાજિક સ્તર પર આધારિત છે.
ઉંમર અને સેક્સમાં સંબંધ
NFHSના ડેટા અનુસાર, 15 વર્ષની ઉંમર સુધી છોકરાઓની તુલનામાં છોકરીઓમાં સેક્સનો અનુભવ કરી લેવાની સંભાવના વધારે હોય છે. સર્વેમાં 25થી 49 વર્ષની મહિલાઓને પુછવામાં આવ્યું હતું કે, તેમણે પહેલી વખત શારીરિક સંબંધ ક્યારે બનાવ્યો હતો. તેમાં 10.3 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે 15 વર્ષની ઉંમર સુધી તેઓ એક વખત સંબંધ બનાવી ચૂકી હતી. જ્યારે, આ ઉંમરમાં સેક્સ કરનાર પુરુષોના આંકડા 0.8 ટકા હતો. ભારતમાં સહમતિથી શારીરિ સંબંધ બનાવવાની ઉંમર18 વર્ષ છે પરંતુ આ સર્વેમાં ઓછી ઉંમરની 6% મહિલાઓએ કહ્યું કે તેઓ પહેલાથી જ સેક્સ કરી ચૂક્યા છે. જ્યારે, 18 વર્ષથી ઓછી ઉંમરના 4.3% છોકરાઓએ સ્વીકાર્યું કે તેઓ સેક્સ કરી ચૂક્યા છે.
ઉદાહરણ તરીકે અશિક્ષિત છોકરીઓમાં પ્રથમ વખત શારીરિક સંબંધ બનાવવાની સરેરાશ ઉંમર 17.5 હતી, જ્યારે શાળામાં 12 વર્ષ કે તેથી વધુ સમય ગાળતી સ્ત્રીઓની સરેરાશ ઉંમર 22.8 હતી. જ્યારે, પ્રથમ સેક્સ અનુભવની સરેરાશ ઉંમર ગરીબ મહિલાઓમાં 17.8 વર્ષ અને અમીરોમાં 21.2 વર્ષ હતી. પુરુષો માટે તે 22 થી 25 વર્ષની અંદર રહે છે. 3% થી વધુ મહિલાઓનું કહેવું છે કે તેઓ 22 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેમના પર બળાત્કાર થયો છે.