ચેન્નાઈ, બાળકોમાં ફેવરિટ કોશીના વાળ તરીકે ઓળખાતી અને રંગીન રૂ જેવી દેખાતી મીઠાઈ કોટન કેન્ડીના વેચાણ પર તમિલનાડુ અને પુડ્ડુચેરી સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ એટલા માટે લગાવાયો છે કારણ કે તેમાં કેન્સર પેદા કરનાર કેમિકલ રોડોમાઈન-વી મળી આવ્યું છે. અહેવાલો મુજબ આ રોક ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા કેમિકલની મોજૂદગીની પુષ્ટિના બે દિવસ બાદ આવી છે.
રોડોમાઈન-વીનો ઉપયોગ સામાન્ય રીતે કપડા ઉદ્યોગમાં કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં જ પુડ્ડુચેરીમાં પણ કોટન કેન્ડી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી એમ. સુબ્રમણ્યમે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આનો ઉદેશ કેન્ડી બનાવનારા, વિક્રેતાઓ અને ગ્રાહકો વચ્ચે રંગીન કેન્ડીમાં મોજૂદ હાનિકારણ રસાયણોના બારામાં જાગૃતિ પેદા કરવાનો છે. તેમણે કહ્યું હતું કે રંગીન કેન્ડી ભલે જ સ્વાદિષ્ટ લાગતુ હોય પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોટન કેન્ડીમાં રોડોમાઈન-બીની ત્યારે ખોજ થઈ જયારે પુડ્ડુચેરીની રાજયપાલ તમિલિઆઈ સુંદરરાજનના એક નિવેદન બાદ ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવેલ. જે સેમ્પલોનું પરીક્ષણ કરાયું તેમાં જણાયું કે ગુલાબી કેન્ડીમાં રોડોમાઈન-બી અને અજ્ઞાત રસાયણ છે. ખાદ્ય વિશ્લેષકોએ બન્ને નમૂના નિમ્ન અને અસુરક્ષિત માન્યા છે.