
કોરોના વેક્સીન (Corona Vaccine)આવ્યા પછી 3-4 અઠવાડિયામાં જ દિલ્હી (Delhi)ના દરેક નાગરિકને રસી લગાવવામાં આવશે. રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી સતેંદ્ર જૈન (Satyendra Kumar Jain)એ શનિવારે આ જાણકારી આપતાં જણાવ્યું કે તેના માટે તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. દિલ્હી સરકાર પાસે પર્યાપ્ત સાધન છે જેમ કે મહોલ્લા ક્લિનિક, પોલીક્લિનિક,ડિસ્પેંસરીઝ અને હોસ્પિટલ. તેના દ્વારા જલદી થી જલદી વેક્સીન દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે.
13 દિવસમાં અડધા થયા કોરોનોના કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવિટી દર 8.5 ટકા રહી, જેના લીધે કુલ 5482 નવા કેસ સામે આવ્યા છે. મંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 નવેમ્બરના રોજ પોઝિટિવિટી દર સૌથી વધુ 15થી વધુ હતો જે ઘટીને લગભગ અડધાથી ઓછો થઇ ગયો છે. કેસ ઘટવાની સાથે જ દિલ્હીની હોસ્પિટલોમા6 ખાલી બેડની સંખ્યા વધવા લાગી છે અને આ ખૂબ સંતોષની વાત છે. તેમણે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં અત્યારે 50 ટકાથી વધુ બેડ ખાલી છે, જેમાં 1200થી વધુ આઇસીયૂ બેડ ખાલી છે અને કુલ મળીને 9500 બેડ હજુ ખાલી છે.
ખેડૂતોનું આંદોલન તેમના હકની લડાઇ
ખેડૂત્ના આંદોલનને સમર્થન કરતાં મંત્રી સતેંદ્ર જૈને કહ્યું કે ખેડૂતોનું શાંતિપૂર્ણ આંદોલન છે અને તેને રોકવું ન જોઇએ. સતેંદ્ર જૈને કહ્યું કે આ ખેડૂતોની વ્યાજબી માંગ છે અને આ તેમના હકની લડાઇ છે. કેન્દ્ર સરકારને આ અવાજને સાંભળવો જોઇએ. જો તે દિલ્હી આવવા માંગે છે, તો તેમને દિલ્હી આવવા દેવા જોઇએ. મંત્રીએ કહ્યું કે ખેડૂત આપણા દેશના અન્નદાતા છે, આ લોકો અમારા માટે શાકભાજી ઉગાડે છે, અનાજ ઉગાડે છે, તેમને આવતાં રોકવા ન જોઇએ.
ખેડૂતો સાથે છે દિલ્હી સરકાર, દરેક સુવિધા મળશે
તો બીજી તરફ દિલ્હી પોલીસની અરજી પર રાજધાનીના 9 સ્ટેડિયમને અસ્થાયી જેલમાં તબદીલ કરવાના નિર્ણય પર સ્વાસ્થ મંત્રીએ કહ્યું કે જ્યારે કોઇ શાંતિપૂર્વક પોતાની વાત રાખવા ઇચ્છે છે તો તેને જેલમાં નાખવા ન જોઇએ. સતેંદ્ર જૈનએ કહ્યું કે દિલ્હી સરકાર ખેડૂતોનું સ્વાગત કરી રહી છે, જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને રોકવા માંગે છે. તેમણે કહ્યું કે ખેડૂતોને માતે જે પણ સુવિધા પુરી પાડવી પડશે, અમે તે બધુ કરશું. મંત્રી કહ્યું કે અમે ખેડૂતો માટે વિજળી, પાણી, ખાવા પીવા, તેમના રહેવા તથા શૌચાલયની સુવિધામાં કોઇ કમી આવવા દઇશું નહી.