કોરોનાથી દેશમાં ખરાબ છે હાલત છતાં ચીન અમેરિકાને જવાબ આપવા યુદ્ધ લડવાના મૂડમાં

બીજીંગ,

ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા ૨૪ કલાકમાં ચીની સેનાએ ૭૧ એરક્રાટ અને સાત જહાજોને તાઈવાન તરફ બળ પ્રદર્શન માટે મોકલ્યા છે. આ જાણકારી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આપી છે. ચીને તાઈવાન તરફ જે વિમાનો મોકલ્યા છે તેમાં અઢાર ત્ન-૧૬ ફાઈટર એરક્રાટ, અગિયાર ત્ન-૧ ફાઈટર એરક્રાટ, છ જીે-૩૦ ફાઈટર એરક્રાટ અને ડ્રોન સામેલ છે.

ગત શનિવારના રોજ ચીન દ્વારા પસાર કરવામાં આવેલા યુએસ વાર્ષિક સંરક્ષણ ખર્ચ બિલમાં તાઈવાનને લગતી જોગવાઈઓ પર આક્રોશ વ્યક્ત કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. સ્વશાસિત તાઈવાન પર ચીનનું લશ્કરી દમન કંઈ નવી વાત નથી. ચીન તાઈવાનને પોતાનું હોવાનો દાવો કરે છે. ચીન કહે છે કે આ તાઈવાન તેનો પોતાનો પ્રદેશ છે.

તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ રવિવારના સવારે ૬ વાગ્યાથી સોમવારના સવારે ૬ વાગ્યા દરમ્યાન ચીની વિમાનમાંથી ૪૭ તાઈવાન સ્ટ્રેટની મધ્યમાં પ્રવેશ કર્યો હતો. એક અનૌપચારિક સરહદ છે જે એક સમયે બંને પક્ષો દ્વારા સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી હતી.

૧- તાઈવાનની સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે ચીનની વાયુસેનાની અત્યાર સુધીની આ સૌથી મોટી ઘૂસણખોરી હતી.

૨-ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે અને રવિવારે તેણે સ્વીકાર્યું કે તેણે તાઈવાનની આસપાસના સમુદ્ર અને એરસ્પેસમાં સ્ટ્રાઈક ડ્રીલ કરી હતી.

૩- બેઇજિંગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે લોક્તાંત્રિક રીતે શાસિત ટાપુમાં યુનાઇટેડ સ્ટેટ્સની ઉશ્કેરણીનો જવાબ છે.

૪-તાઈવાને કહ્યું કે અભ્યાસથી એ જાણી શકાય છે કે બેઈજિંગના પ્રાદેશિક વિસ્તારમાં અશાંતિ ફેલાવી રહ્યું છે અને તાઈવાનના લોકોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

૫-તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને કહ્યું કે સતત સરમુખત્યારશાહી (સત્તાવાદ)ના વિસ્તારના કારણે હવે તાઈવાને તેની સંરક્ષણ ક્ષમતા વધારવાની જરૂર છે.