- ચીન એક રીતે સમગ્ર સાઉથ ઇસ્ટ એશિયામાં અશાંતિનું કારણ બની ચુકયુ છે.
બીજીંગ,
કોરોનાની ભીષણ આગમાં સળગતું હોવા છતાં ચીન જબરજસ્તી વિસ્તારવાદી નીતિથી દુર રહેતુ નથી શી જિનપિંગ તાઇવાનથી લઇ ભારત,ફિલીપીંસ અને જાપાનને ઘેરવામાં લાગ્યું છે.ચીની સેના કયારેક ભારતના ગલવાન અને તવાંગમાં ધુષણખોરીનો પ્રયાસ કરે છે તો કયારેક તાઇવાનને પરેશાન કરે છે.જિનપિંગ કયારેક જાપાન ના દરિયાઇ વિસ્તારમાં ધુષણખોરી કરતું જોવા મળે છે તો કયારેક ફિલીપીંગ સહિત અન્ય દેશોની સીમા વિસ્તારમાં અરાજકરતા ફેલાવે છે.ચીન એક રીતે સમગ્ર સાઉથ ઇસ્ટ એશિયામાં અશાંતિનું કારણ બની ચુકયુ છે તેની દાદાગીરીને ઓછી કરવા માટે અમેરિકાએ તાઇવાનને બારૂદી સુરંગ બિછાવવાવાળી ટેંક રોધી પ્રણાલી આપવાની મંજુરી આપી દીધી છે.તેનાથી ચીનની ચિંતા વધી ગઇ છે.આમ કરી હવે અમેરિકાએ સીધી જ રીતે ચીનને પોતાના નિશાના પર લઇ લીધુ છે.જેથી તેની દાદાગીરીને ઓછી કરી શકાય.અમેરિકાના આ પગલાથી જિનપિંગની ઉઘ હરામ થઇ ગઇ છે.ચીનના અક્કડ ઢીલી કરવા માટે અમેરિકા તાઇવાનનો જાહેરમાં સમર્થન આપી રહ્યું છે.તેનાથી અમેરિકા અને ચીનમાં તનાવ વધી શકે છે.
અમેરિકા દ્વારા તાઇવાનને આ પ્રણાલી આપવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જયારે સતત ત્રીજીવાર ચીનના રાષ્ટ્રપતિ બન્યા બાદ શી જિનપિંગે તાઇવાન પર કબજો જમાવવા માટે બળ પ્રયોગની ધમકી આપી ચુકયા છે અને ગત કેટલાક દિવસોથી તાઇવાનના સીમા વિસ્તારમાં લડાકુ વિમાનોની સેને મોકલી તાઇવાનને દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે તાઇવાનને ચીનના સંભવિત હુમલાને રોકવા અથવા તેને પાછળ ધકેલવા માટે આ રીતના હથિયારની જરૂરત છે.તાઇવાનના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે ચીનની સેનાએ પોતાની શક્તિ બતાવવા માટે ૨૪ કલાકની અંદર ૭૧ વિમાન અને સાત જહાજ તેની તરફ મોકલ્યા છે. તાઇવાન સ્વશાસિત દ્રીપ છે જેને ચીન પોતાનો હિસ્સો બતાવે છે ચીન તરફથી તાઇવાનને આપવામાં આવી રહેલ સૈન્ય ધમકી હાલના મહીનાઓમાં વધી રહી છે અને તેના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે દ્રિપીય દેશની પાસે ચીની શાસનને સ્વીકાર કરવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી.
એ યાદ રહે કે અમેરિકાનો તાઇવાનની સાથે અનૌપચારિક સંબંધ છે જેમાં રક્ષા આદાન પ્રદાન અને સૈન્ય ઉપકરણોના વેચાણ સામેલ છે.અમેરિકાાના વિદેશ મંત્રાલયે તાઇવાનને ટેંક રોધી પ્રણાલી વેચવાની જાહેરાત કરતા કહ્યું હતું કે વોલકેનોના વેચાણ,વિક્રેતાની પોતાની સેનાઓના આધુનિકીકરણ અને વિશ્ર્વસનીય રક્ષા ક્ષમતા આપવામાં સહાયતાની સાથે સાથે અમેરિકાની રાષ્ટ્રીય આર્થિક અને સુરક્ષા હિતોની પૂત કરશે.