દે.બારીઆ,
રાજયમાં જયારે કોરોના વાયરસનો કહેર વર્તાયો ત્યારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી. દે.બારીઆ તાલુકા પણ તમામ શાળાઓ સરકારના આદેશ થતાં બંધ કરવામાં આવી હતી. ગામડામાંથી કેટલાક બાળકો દે.બારીઆ શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. જેઓ દરરોજ ખાનગી ગાડીઓમાં શાળામાં ભણવા માટે આવ-જા કરતા હતા પરંતુ શાળાઓ બંધ થતાં અભ્યાસ પણ બંધ થયો હતો અને બાળકોને ઉપરના ધોરણમાં પણ પરીક્ષા વગર લઈ જવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. તમામ બાળકો પાસ થઈ આગળના ધોરણમાં જતા રહ્યા અને કોરોના વાયરસનુ તાંડવ બંધ નહિ થયુ અને કોરોનામાં ફરી પણ બધુ બંધ થયુ. ખાનગી શાળામાં ભણતા બાળકોના વાલીઓ પણ શાળા સંચાલકો દ્વારા ફી ભરવા માટે નોટિસ પણ મોકલવાનુ શરૂ કરાયુ. કેટલાય વાલીઓએ બે-બે વર્ષની ફી મફતમાં ભરી પોતાના બાળકોને ફરીથી શાળામાં અભ્યાસ માટે દાખલ કર્યા પરંતુ કેટલાય મઘ્યમવર્ગીય વાલીઓના બાળકો ખાનગી શાળાની ઉંચી ફી હજુપણ નહિ ભરી શકતા આજેપણ બાળકો અભ્યાસ વંચિત ધરે રહી કયાંક મજુરી કામ અથવા પોતાના ઢોર ચરાવી રહ્યા હોવાની જાણકારી મળી છે. હવે આ બાળકોને પોતાની ફી ભર્યા વગર તેમને પોતાની શાળા છોડયાનુ પ્રમાણપત્ર પણ મળી શકતુ નથી. અને બીજી શાળામાં પણ અભ્યાસ માટે જઈ શકતા નથી. તંત્ર દ્વારા આવા બાળકોની યાદી મંગાવી દરેક બાળકોને પુન: અભ્યાસમાં શાળામાં દાખલ કરવા તજવીજ કરવી જોઈએ. આજનુ બાળક આવતીકાલનો ભાવિ નાગરિક છે. આ સુત્ર ત્યારે ખરા અર્થમાં સાબિત થઈ શકે.