કોરોના કાળમાં આઇટી કંપનીઓની કમાણીમાં જબદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, HCL Technologiesએ તો તેનાં કર્મચારીઓને કુલ 700 કરોડ રૂપિયા સ્પેશિયલ બોનસ તરીકે આપવી ઘોષણા કરી છે.
કંપનીએ વર્ષ 2020માં 10 અબજ ડોલર (લગભગ 73 હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરી તેની ખુશીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ લગભગ 1,5 લાખ કર્માચારીઓ માટે 700 કરોડ રૂપિયાનું બોનસ જારી કર્યું છે.
ક્યારે મળશે બોનસ
આ સ્પેશિયલ બોનસ કર્માચારીઓને ફેબ્રુઆરી મહિનામાં જ મળી જશે, HCLએ આઇપીઓ આવ્યા બાદનાં 20 વર્ષની અંદર જ ટેકનોલોજી, બિઝનેશ, અને એન્જિનિયરિંગ સર્વિસીસ તથા સોફ્ટવેયરમાં આ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે, આ સફળતા તેણે પોતાના કર્મચારીઓની કર્મઠતાથી મેળવી છે.
કયા કર્મચારીઓને મળશે આ બોનસ
કંપનીએ કહ્યું કે એક વર્ષ અથવા તેથી પણ વધુ સમયથી સેવા આપતા તમામ કર્મચારીઓને દશ દિવસનાં વેતનનાં બરોબર બોનસ આપવામાં આવશે, કંપનીએ કહ્યું અમારા કર્મચારીઓ અમારા માટે મોટી એસેટ છે, કોરોના રોગચાળો હોવા છતા HCL પરિવારનાં દરેક સભ્યએ જબરદસ્ત પ્રતિબધ્ધતા અને જુનુન બતાવ્યું છે, તથા કંપનીની પ્રગતિમાં પોતાનું યોગદાન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે HCL Technologiesએ ડિસેમ્બર 2020નાં ત્રિમાસિકમાં 31.1 ટકાની શાનદાર વૃધ્ધીની સાથે 3,982 કરોડ રૂપિયાનો શુધ્ધ નફો પ્રાપ્ત કર્યો છે, કેલેન્ડર વર્ષ 2020માં 10 અબજ ડોલરની આવક પ્રાપ્ત કરીને HCL Technologies દેશની ત્રીજી આઇટી સર્વિસીસ કંપની બની ગઇ છે.