ગોધરા,
ગુજરાત રાજ્ય અને પંચમહાલ જીલ્લાના મધ્યમવર્ગના લોકોને જનરલ ટીકીટ તેમજ રોજીંદા મુસાફરી કરતાં મુસાફરોમાં મધ્યમવર્ગ માટે સહાયરૂપ બને તેમ છે. તેવી રજુઆત રેલ્વે વિભાગ પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી.
કોરોના મહામારીમાં સૌથી વધુ હેરાન મધ્યમવર્ગ થયો છે. હાલ જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના સંક્રમણના કેસ ધટી રહ્યા છે પરંતુ મધ્યમવર્ગના લોકો આર્થિક રીતે પીડાતો જાય છે. મધ્યમવર્ગના લોકોને પોતાના કુટુંબના ભરણપોષણ માટે નિયમિત ધંધા-રોજગાર પર જાય છે અને હાલમાં રેલ્વે માર્ગ ઉપર બંધ હોવાને લઈને ના છુુટકે કાયમી રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને સરકારી બસ અથવા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હોય છે. જેને લઈ મધ્યમવર્ગના લોકો ઉપર આર્થિક ભારણ વધી રહ્યું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ રેલ્વે એ જનરલ ટીકીટ આપવાની ચાલુ કરી તે મુજબ વેસ્ટન રેલ્વેમાં સમાવેલા ડીવીઝનમાં જનરલ ટીકીટ તેમજ રોજીંદી મુસાફરી કરતા પાસ ધારકોને પાસ ઈશ્યુ કરવામાં આવે તો મધ્યમવર્ગના લોકો સુરક્ષીત અને શાંતિથી મુસાફરી કરી શકે છે અને આવા મધ્યમવર્ગના મુસાફરો ઉપર પડતું આર્થિક ભારણ ધટાડીને તેમના જીવન નિર્વાહમાં મદદરૂપ થાય તેમ છે. આ બાબતે પંચમહાલ જીલ્લા માજી સાંસદ દ્વારા વેસ્ટન રેલ્વે દ્વારા જનરલ ટીકીટ અને પાસ ઈશ્યુ કરવામાં આવે તેવી રજુઆત કરી છે.