કોરોના સામે જંગ: કોવિડ – 19 રસીના મિકિસંગ અને મેચિંગ મુદ્દે ‘WHO’ ની ચેતવણી

વિશ્વ આખું કોરોના સામે લડી રહ્યું છે. મહત્તમ લોકો સુધી કોરોના રસી પહોંચાડવામાં પ્રયાસ થઇ રહ્યો છે. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના રસીના મિકિસંગ અને મેચિંગ સાથે મેળવણી ઉચ્ચારી છે. જોકે હજી એને લગતી કોઇ વિગતો પ્રાપ્ત નથી.

WHO ના મુખ્ય વૈજ્ઞાાનિક ડો.સૈામ્યા સ્વામીનાથને ચેતવણી આપતા કહ્યું કે અલગ – અલગ કંપનીઓ દ્વારા ઉત્પાદિત રસીનો ઉપયોગ પહેલા અને બીજા ડોઝ રૂપે કરવો એ ખતરનાક ટ્રેન્ડ છે. WHO એ આ મિકિસંગના પરિણામ વિષે સ્પષ્ટતા કરી છે.

સ્વામીનાથને એક ઓનલાઇન બ્રીફિંગમાં જણાવ્યું કે કેટલાય લોકોએ પહેલા અને બીજા ડોઝ રૂપે અલગ – અલગ કંપનીની રસી લેવા વિષે પૃચ્છા કરી છે. જો કે આ એક ભયજનક કામગીરી છે. અમારી પાસે મિકિસંગ અને મેચિંગની બાબતમાં કોઇ વિગતો ઉપલબ્ધ નથી.

વાસ્તવમાં, અલગ – અલગ કંપનીની રસી મેળવવાની અને મેચિંગ કરવાનો આ માર્ગ ઇમ્યુનનો વધારા માટે કરવામાં આવે છે. ફાઇઝર, એસ્ટ્રેજનેકો, સ્પૂતનિક આ બધી રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. બધી કંપનીઓની રસીનો ડોઝ વચ્ચેનો સમયગાળો અલગ – અલગ છે. સ્પૂતનિક થી લાઇટ અને જોન્સન એન્ડ જોન્સનની રસીમાં ફક્ત એક ડોઝ જ આપવામાં આવી રહ્યો છે.

ડો. સ્વામીનાથને કહ્યું કે મિકસ અને મેચિંગના મુદ્દે મર્યાદિત વિગતો પ્રાપ્ય છે. આ વિષે અત્યારે અભ્યાસ થઇ રહ્યો છે. અભ્યાસના પરિણામો વિષે રાહ જોવાવી જોઇએ. શક્ય છે કે આ એક સારી કોશિશ હોય જો કે હાલમાં અમારી પાસે ફક્ત એસ્ટ્રેજેનકો રસીની વિગતો જ મોજૂદ છે. જો વિવિધ દેશોના નાગરિકો જાતેજ કોણ અને ક્યારે બીજો, ત્રીજો અને ચોથો ડોઝ લેશે એ નક્કી કરવા લાગશે તો અરાજક્તા જેવી સ્થિતિ પેદા થઇ જશે.

ડો. સ્વામીનાથને આખી દુનિયામાં રસીના એક સમાન વિતરણ પર ભાર મૂક્યો છે. જો કે એમની પાસે બૂસ્ટર શોટની જ રૂરિયાત વિષે કોઇ વિગતો નથી ખાસ કોરોના વિરોધી બંને રસી લીધા પછી. એના બદલે કોવૈક્સ કાર્યક્રમ મારફતે દવાઓના વિતરણની જ રૂર છે ખાસ કરીને એ દેશોમાં જેમને એમના ફ્રન્ટલાઇન કામદારો, વૃધ્ધ લોકો તથા અમૂલ્ય વસ્તીસમૃહને ઇમ્યુન કરવાની વધુ જરૂરિયાત છે.