- છેલ્લા પંદર દિવસમાં પંચમહાલ-દાહોદ-મહિસાગરમાં ચાર ગોઝારા અકસ્માત.
- ખાનગી સંચાલકોની અંદરોઅંદર ર્સ્પધા.
- ખીચોખીચ મુસાફરો લઈ જવાતા કોરોનાકાળમાં સંક્રમણની દહેશત.
- હાઈવે તથા અન્ય વિસ્તારમાં પોલીસકર્મી તૈનાત હોવા છતાં ગેરકાયદે ચાલતા વાહનો અને ભીડભીડથી ચલાવતા વાહનો સામે અનદેખી.
- આ ચાર બનાવ બાદ ત્રણ જીલ્લાની પોલીસ ઘોર નિંદ્રામાંથી કયારે જાગશે.
ગોધરા-દાહોદ-મહિસાગર,
દાહોદ-પંચમહાલ-મહિસાગર જીલ્લાના આંતરિક તથા હાઈવે ઉપર રાત-દિવસ અસંખ્ય વાહનો પસાર થાય છે. તેમાંય ખાનગી વાહનો જેવાકે રીક્ષા, છકડા, જીપ, મીની લકઝરી બસો સમાંતરે ઘેટા બકરાંની માફક ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને માતેલા સાંઢજી માફક દોડે ભૂતકાળમાં પણ અનેક ગોઝારા અકસ્માતો સર્જાયા છે. અવારનવાર તંત્રની ચિમકી છતાં બસ વોહી રફતાર એટલે પુરપાટ વાહનો દોડાવીને ગામે ગામેથી મુસાફરોને વહેલામાં વહેલા બેસાડીને પોતાના ખિસ્સા ભરવામાંં ડ્રાઈવર-કંડકટર તથા માલિકો તત્પર રહે છે. ખાનગી વાહનો વચ્ચે જાણે હાઈવે રસ્તાઓ ઉપર સ્પર્ધા જામતા છેવટે પલ્ટી ખાઈ અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમ છતાં તંત્ર જાગૃત બનતું નથી. ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જીલ્લાના મુખ્ય હાઈવે સંતરામપુર, લીમેખડા, લુણાવાડા અને નાટાપુરમાં ચાર અકસ્માતની દુર્ધટના ઘટી છે.
જેમાં ૩૦૦ થી વધુ મુસાફર સવાર હતા. ૮ ના સ્થળ ઉપર જ મોત થયા હતા જ્યારે આશરે ૯૮ થી વધુને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ વાન પણ ખૂટી પડી હતી અને નજીકના દવાખાને સારવાર અર્થે ખેડવા અફડા તફડીનો માહોલ સર્જાતા પોલીસની રહેમ સામે ઈજાગ્રસ્તોની મદદે આવેલ સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો હતો. હાલમાં કોરોના કાળ પૂર્ણ થતા રોજીંદા રોજગાર અર્થે કે કામઅર્થે સ્થાનિક જીલ્લામાં કે અન્ય જીલ્લામાંં જાય છે. તેવા સમયે ખાનગી વાહનોમાં પોલીસ ને આર.ટી.ઓ.તંત્રની કૃપાથી ખીચોખીચ મુસાફરી થઈને નાણાં રળીને સંભવત: હપ્તા પણ ચુકવાતું હોવાનું ઈજાગ્રસ્તોના મુખે સંભળાઈ રહ્યું છે. આવા રોજગાર કે કામ માટે જતા મુસાફરો ધાયલ બાદ રડમસ ચિચિયારીઓ અને મોતના આક્રંદ ઈજાગ્રસ્તો કે તેઓના પરિવારજનોમાં વ્યકત થયો છે. રોજંીદા જુદા જુદા વિસ્તારમાં એકલ-દોકલ અકસ્માત તો જેતે પોલીસ મથકે નોંધાતા રહે છે. હાલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ુછટી અપાયેલી ખાનગી વાહનોમાં સોશ્યલ ડિસ્ટન્સ કે માફક કે ગનથી ચકાસણી જેવા નીતિ નિયમોનું ઉલ્લંધન કરીને વાહનોમાં શ્ર્વાસ પણ લેવાય તે પ્રમાણે સવાર કરાવીને પોલીસના જ કાયદાના જાહેરનામાનું સંચાલકો ધજીયા ઉડાવી રહ્યા છે અને પોલસ અને આર.ટી.ઓ. તંત્રના જવાબદારો આંખ આડા કાન કરતા આવા અકસ્માતો તો સર્જાય છે પણ કોરોનાનું મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવતા હોવાની નીતિ છે. હાલમાં વિવિધ હાઈવે ઉપર પોલીસ ચોકસ ઊભી કરાઈને કર્મીઓ ફરજ બજાવે છે. છતાં પણ આવા અકસ્માત નોતરતા ખાનગી વાહનો સામે કેમ કાર્યવાહી હાથ ધરાતી નથી. તે આમ પ્રજા પ્રશ્ર્ન પૂછી રહી છે. આ છેલ્લા ૧૫ દિવસમાં બનેલ અકસ્માતની ધટનાઓથી પોલીસ તંત્ર જાગશે કે પછી વોહી રફતાર રહીને અકસ્માતની વણઝાર વણથંભી બનતી રહેશે. હવે જોવું રહ્યું કે આવા માંતેલા સાંઢની માફક દોડતા વાહનો અને સંક્રમણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી થાય તેવી પ્રજાની માંગ છે.