ભારતીય રિઝર્વ બેંકે ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર કર્યુ છે કે, કોરોના બાદ લોકો પર દેવુ વધી ગયુ છે. આ સાથે જ છેલ્લા દશ વર્ષમાં જે પ્રકારે બચત થતી હતી તેમાં પણ ઘટાડો આવ્યો છે. લોકો હવે ઓછી બચત કરે છે અને લોન લઈ રહ્યા છે. તેનાથી દેશની આથક સ્થિરતા પર ખતરો સર્જાયો છે. આથી આ તરફ યાન આપવાની જરૂર છે.
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ કુલ મળીને ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં લોકોની બચતમાં જીડીપીના ૧૮.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૩થી ૨૦૨૨ દરમ્યાન આ એવરેજ ૨૦ ટકા હતી. આ રીતે ૨૦૧૩થી૨૦૨૨ સુધી લોકો પોતાની કમાણીનો સરેરાશ ૩૯.૮ ટકા ભાગ બચાવતા હતા. પરંતુ ૨૦૨૩ના વર્ષમાં તે ઘટીને ૨૮.૫ ટકા રહી ગયો છે. ૨૦૧૩ થી ૨૦૨૨ સુધી લોકો પોતાની કમાણીમાં જીડીપીના સરેરાશ ૮ ટકા બચાવતા હતા જે ૨૦૨૩માં ૫.૩ ટકા થઈ ગયો છે.
ભારતમાં કુલ દેણુ જીડીપીનું લગભગ ૪૦.૧ ટકા છે. જે અન્ય નવા બજાર અર્થવ્યવસ્થાઓની સરખામણીએ ઓછુ છે. આરબીઆઈએ નોંયુ છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીની નજરે તે સરખામણીની દ્રષ્ટિએ વધારે છે.
કેન્દ્રીય બેંકનું માનવું છે કે ઘરેલુ નાણાકીય બચત કોવિડ-૧૯ મહામારી દરમ્યાન ઝડપથી વધતી હતી તે હવે ઓછી થઈ ગઈ છે. વાસ્તવમાં લોકો હવે પોતાની બચતમાં વિવિધતા લાવી રહ્યા છે. બેંક સિવાયની જગ્યાઓ અને કેપીટલ માર્કેટ તરફ પણ રોકાણ વયુ છે.શેડયુલ કોમશયલ બેંકોનો ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ ૨૦૨૪ના અંતમાં ઘટીને ૦.૬ ટકા થઈ ગયો છે. ભારતમાં ફાઈનાન્સીયલ સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ મજબૂત છે.