
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 420 નવા કેસ નોંધાયા. જ્યારે 256 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ શહેરમાં 156, સુરત શહેરમાં 79, વડોદરા શહેરમાં 59, મહેસાણામાં 17, ગાંધીનગર શહેરમાં 14, સુરત ગ્રામ્યમાં 13, કચ્છમાં 9, રાજકોટ શહેરમાં 9, વલસાડમાં 9, આણંદમાં 7, નવસારીમાં 6, અમદાવાદ ગ્રામ્યમાં 5, ભરૂચમાં 5, ભાવનગર શહેરમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, વડોદરા ગ્રામ્યમાં 4, જામનગર શહેરમાં 3, ખેડામાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 2, જૂનાગઢ શહેરમાં 2, મોરબીમાં 2, પંચમહાલમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 2463 પર પહોચ્યો છે. આ પૈકી 2 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 2461 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,16,719 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,946 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 9488 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.12 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.91 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.