કોરોના વાયરસના સંક્રમણની અસર હવે દેશના દરેક રાજ્યમાં વ્યાપક થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ ખતરનાક થતી જઈ રહી છે. ડૉક્ટરો મુજબ, નવા કોવિડ સ્ટ્રેન વધુ સંક્રમક છે ઉપરાંત અનેક ગંભીર લક્ષણ પણ લઈને આવ્યું છે. મોટાભાગના ઘરોમાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ઘરે જ સારવાર લઈને સાજા થઈ રહ્યા છે તો કેટલાક લોકોની સ્થિતિ ગંભીર થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે.
કોરોનાના વધતા કેસોની વચ્ચે જો આપને આ પાંચ પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. આ લક્ષણો સામે આવ્યા બાદ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાની જરુર છે.
1. શ્વાસમાં કોઈ પણ પ્રકારની તકલીફ- શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ કે છાતીમાં દુખાવો કોરોના સંક્રમણના ખતરનાક લક્ષણો પૈકીના છે. કોરોના વાયરસ એક રેસ્પરેટરી ઇન્ફેક્શન છે જે આપણા ફેફસાં પર અસર કરે છે. વાયરસનો હુમલો જ્યારે ફેફસા પર થાય છે તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને તેમના જીવને જોખમ ઊભું થાય છે.
2. ઓક્સિજન લેવલનું ઓછું થવું ખતરનાક- કોરોના સંક્રમિત થવા પર શરીરનું ઓક્સિજન લેવલ ઘણું ઘટી જતું હોય છે. તેનું કારણ એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંના એર બેગમાં ફ્લૂઇડ ભરાઈ જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘણું ઓછું થવા લાગે છે. એવામાં જરુરી છે કે તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ.
3. બેભાન થવું કે બ્રેન ફંક્શનમાં તકલીફ થવી- કોરોના સંક્રમણના નવો સ્ટ્રેન બ્રેન પર સીધો હુમલો કરી રહ્યો છે. અનેક દર્દીઓમાં કોરોના વાયરસે બ્રેન ફંક્શન અને નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરવામાં આવે છે. તેના કારણે દર્દીઓમાં આળસ, બેચેની અને બેભાન થવા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. જો વાત કરીએ વખતે તમે સ્થિર ઊભા ન રહી શકતા હોય તો તેને હળવાશથી ન લો અને હૉસ્પિટલ સારવાર કરાવવા પહોંચી જાઓ.
4. છાતીમાં દુખાવાની ફરિયાદ- વાયરસનો હુમલો સીધો ફેફસા પર થાય છે, જેના કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ આવતી હોય છે. SARS-COV2 અનેક મામલાઓમાં ફેફસાની મ્યૂકોસલ લાઇનિંગ પર અટેક કરે છે. તેના કારણે છાતીમાં દુખાવો અને બળતરા અનુભવાય છે. આવી તકલીફ થતાં હૉસ્પિટલ જવું જોઈએ.
5. હોઠ કે ચહેરા પર ફિકાશ આવી જવી- કોરોના પોઝિટિવ દર્દીના હોઠ અને ચહેરો ફિક્કો પડી જાય છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘણું ઓછું થઈ ગયું છે. જેને મેડિકલની ભાષામાં હાઇપોક્સિયા કહેવામાં આવે છે. હાઇપોક્સિયામાં આપણા ટિશ્યૂને પૂરતું ઓક્સિજન નથી મળતું. જેના કારણે બોડી ઠીકથી ફંક્શન નથી કરી શકતું અને ચહેરા અને હોઠ ફિક્કા પડવા લાગે છે.