કોન્ટ્રાક્ટરો પોતાની મરજીથી ફંડ આપતા હોય છે,મનસુખ વસાવા

નર્મદા, આજે આપના ધારાસભ્યના નામે ડેડીયાપાડા વિધાનસભામાં અધિકારીઓ પાસે ઉઘરાણી કરે છે તેવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બાબતે સાંસદ કહે છે કે મારી પાસે પુરાવા છે. હું સમય આવે ત્યારે પુરાવા પણ મીડિયાને આપીશ.

આપના અલગ અલગ નેતાઓ દ્વારા અધિકારીઓ પાસે પાર્ટીના કાર્યક્રમો માટે ઉઘરાણી કરવામાં આવતી હોય છે. આપના કાર્યર્ક્તાને પોષવા માટે પણ અધિકારીઓ પાસેથી ઉઘરાણી કરતા હોય છે. અધિકારી વર્ગ ત્રાસી ગયો છે. આવી ઉઘરાણીથી આપના નેતાઓનું કશું જવાનું નથી. કામ સારા થાય તેની જવાબદારી ભાજપના નેતાઓની છે. જો આવી ઉઘરાણીને કારણે કામ ખરાબ થશે તો લોકો ભાજપના નેતાઓને પૂછવાના છે. એના ભાગ રૂપે સાંસદે પોસ્ટ મૂકી છે. ફોરેસ્ટ વિભાગ, મનરેગા કે પાણી પુરવઠા વિભાગમાં અલગ અલગ રીતે પૈસાની ઉઘરાણી કરતા હોય છે. સરપંચો પાસે પણ ટકાવરી આપના લોકોએ લીધી છે. ધારાસભ્યના નામે જો ઉઘરાણી થતી હોય તો તેને રોકવી જોઈએ.

ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં બનેલ કમલમમાં ભાજપના નેતાઓએ ઉઘરાણી કરી છે. જેની સામે મનસુખ વસાવાએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરો પોતાની મરજીથી ફંડ આપતા હોય છે.