લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક મળી. જેમા પોલિટીકલ અફેર્સ કમિટીના તમામ વરિષ્ઠ નેતા સામેલ છે. તેમની સાથે લોક્સભા ચૂંટણીના પરિણામો પર સમીક્ષા કરવામાં આવી રહી છે. પ્રભારી વાસનિકના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં સંગઠનને વધુ મજબુત કરવા રાજનીતિક જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. જે રાજ્યોમાં લોક્સભાની ચૂંટણીના પરિણામો સંતોષજનક નથી રહ્યા એ તમામ રાજ્યોના પાર્ટી અગ્રણીઓ સાથે રાષ્ટ્રીય અયક્ષ ખરગે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે.
ગુજરાતની ૨૬ લોક્સભા બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી છે. જ્યારે આ વખતેનો માહોલ જોતા કોંગ્રેસ ગુજરાતમાં ૪ થી ૫ બેઠકો જીતવાની આશા રાખી રહી હતી. પરંતુ પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ત્યારે જે બેઠકો પર કોંગ્રેસ જીતને લઈને આશ્ર્વસ્ત હતી તેમા તેની ક્યાં ક્સર રહી, તેના પર આજની બેઠકમાં મંથન કરવામાં આવશે. કોંગ્રેસ સંગઠનને કઈ રીતે મજબુત કરવુ અને વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં થનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
ઈવીએમની વિશ્ર્વસનિયતા પર ઉઠી રહેલા સવાલ અંગે વાસનિકે જણાવ્યુ કે ઈવીએમ અને ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રશ્ર્નો જારી રહેશે. ઈફસ્ સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેના પર સ્પષ્ટતા થવી જોઈએ. ચૂંટણીમાં જવાબદારી વગરના લોકોએ બંધારણ પ્રત્યે ગમેતેમ નિવેદન કર્યા. આવા લોકોને ચૂંટણી પંચે રોકવા જોઈ પરંતુ તેમ ન થયુ. વાસનિકે પીએમ મોદી તરફ ઈશારો કરતા જણાવ્યુ કે બંધારણને માથા પર લગાવી નમન કરવાથી કોઈ બંધારણ પ્રત્યે સમપત છે એવુ સાબિત નથી થતુ. પરંતુ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે સમર્પણ હોય તો બંધારણ પ્રત્યે તેમનુ સમર્થન છે તેવુ માની શકાય. વાસનિકે વધુમાં જણાવ્યુ કે જે લોકો બંધારણના તત્વોને માનતા જ નથી, તેમની રાજનીતિ એ પ્રકારની વિચારસરણી જ નથી રાખતી તેઓ આજે બંધારણની વાતો કરી રહ્યા છે.