કોંગ્રેસે એમએસપીને કાયદાકીય દરજ્જા સહિત પાંચ ગેરંટી આપી

નવીદિલ્હી, જેમ જેમ લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષો મતદારોને વચનો આપી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ વિવિધ પ્રકારના વચનો આપી રહી છે. કેટલાક આ વચનોને વચનો કહી રહ્યા છે તો કેટલાક તેને બાંયધરી ગણાવી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને અલગ-અલગ વચનો આપી રહી છે અને પાર્ટીએ ખેડૂતોને પાંચ ગેરંટી આપી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેડૂતોને સંબોધિત કરતા લખ્યું, દેશના તમામ ખેડૂતોને મારી શુભેચ્છાઓ! કોંગ્રેસ તમારા માટે ૫ એવી ગેરંટી લઈને આવી છે જે તમારી બધી સમસ્યાઓને જડમાંથી ખતમ કરી દેશે. તેમણે ખેડૂતોને વચન આપ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલા હેઠળ એમએસપીને કાનૂની દરજ્જો આપવામાં આવશે.

આ સાથે કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવા અને લોન માફીની રકમ નક્કી કરવા માટે કાયમી ’કૃષિ લોન માફી કમિશન’ બનાવવાનું વચન પણ આપ્યું છે. તે જ સમયે, વીમા યોજનામાં ફેરફાર કરીને પાકના નુક્સાનના કિસ્સામાં, ૩૦ દિવસની અંદર સીધી બેંક ખાતામાં ચુકવણી કરવામાં આવશે. આ ગેરંટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કોંગ્રેસે તેની ગેરંટી માં નવી આયાત-નિકાસ નીતિ બનાવવાની વાત કરી છે. આ સાથે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તેની સરકાર બનશે તો તેણે કૃષિ જણસો પરથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ખાતરી આપી છે. પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય એવા ખેડૂતોનું જીવન છે જેઓ પોતાના પરસેવાથી દેશની માટીનું સિંચન કરે છે, તેઓ ખુશ છે અને આ ૫ ઐતિહાસિક નિર્ણયો એ દિશામાં લેવાયેલા પગલાં છે.