કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ અને નેતૃત્વ પર તેમના જ ઉમેદવારોને વિશ્વાસ નથી, ફક્ત ૧ની જીત થઇ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે તેની જ પાર્ટીના નેતાઓને હવે તેમના ટોચના નેતૃત્વ અને પાર્ટીમાં જ વિશ્વાસ નથી રહ્યો. આ કારણોસર, ઉત્તર-પૂર્વના એક રાજ્યમાં, પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ૩૫ ઉમેદવારોને ટિકિટ આપી હતી. પરંતુ માત્ર ૧૯ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને તેમાંથી માત્ર એક જ ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો હતો. મતલબ કે આખા રાજ્યમાં કોઈને કોઈ રીતે પાર્ટીનું ખાતું ખોલવામાં આવ્યું છે.

દેશમાં લોક્સભાની ચૂંટણીની સાથે સાથે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ છે. તેમાંથી ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. જ્યારે ૬૦ વિધાનસભા સીટમાંથી કોંગ્રેસ માત્ર ૧ સીટ જીતી શકી છે. જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૪ બેઠકો મળી હતી. એટલે કે પાંચ વર્ષમાં પાર્ટીના માત્ર ૧ ધારાસભ્ય જીતી શક્યા છે.

આ વખતે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની ૬૦ વિધાનસભા બેઠકોમાંથી ૩૫ બેઠકો માટે ટિકિટ જારી કરી હતી. પરંતુ ૩૫ બેઠકો માટે ટિકિટ જાહેર થયા બાદ પણ પક્ષના ૧૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હતી. જ્યારે ૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાના નામ પરત ખેંચ્યા હતા અને એક ઉમેદવાર પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા . પક્ષના ૯ ઉમેદવારો એવા હતા જેઓ ટિકિટ લીધા પછી પણ ચૂંટણી લડ્યા ન હતા. જેના કારણે પ્રદેશ કોંગ્રેસે તમામની સામે શિસ્તભંગના પગલાં લઈને તેમને ૬ વર્ષ માટે પક્ષમાંથી બહાર કરી દીધા છે. પાર્ટીના જણાવ્યા અનુસાર આ ઉમેદવારોએ પાર્ટીને ચૂંટણી ન લડવા અંગે જાણ કરી હતી.

૨ જૂનના રોજ જાહેર થયેલા રાજ્ય વિધાનસભાના પરિણામોમાં, કોંગ્રેસે ૬૦માંથી માત્ર ૧ બેઠક જીતી હતી જ્યારે સત્તાધારી ભાજપને ૪૬ બેઠકો મળી હતી. આ વખતે ભાજપે રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. ૧૦ બેઠકોની સ્થિતિ એવી હતી કે ભાજપના ૧૦ ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના પણ બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા. એટલે કે ૬૦માંથી માત્ર ૫૦ બેઠકો પર જ મતદાન થયું હતું. એટલે કે ૩૫માંથી માત્ર ૧૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી માત્ર ૧ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. મતલબ કે ચૂંટણી જીતવી એ પાર્ટી માટે બીજી પ્રાથમિક્તા છે પ્રથમ, સંગઠન અને પાર્ટીને એક કરવા એ સૌથી મોટો પડકાર છે.