કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ મળ્યુ, મણિપુર હિંસા મામલે ઉચ્ચ સ્તરીય તપાસ પંચ રચવાની માંગ કરી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું. પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજ્યમાં મણિપુર હિંસાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે એક યાદી આપી હતી. કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે ઉચ્ચ સ્તરીય તપાસ પંચની રચના કરવાની માંગ કરી છે.

મણિપુરમાં શાંતિ પુન:સ્થાપિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે છતાં ઘણી જગ્યાએ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે સરકારે પીડિત પરિવારોની માટે વળતરની જાહેરાત કરી છે. બીજી બાજુ આજે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું અને ઉચ્ચ સ્તરીય તપાસ પંચની રચનાની માંગ કરી હતી. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા સેવા આપતા જજની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય તપાસ પંચની રચના કરવાની માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી યાદીમાં પાર્ટી વતી ૧૨ માંગણીઓ રાખવામાં આવી છે.

કોંગ્રેસે યાદીમાં જે માંગ કરવામાં આવી છે ?

હિંસા પર કાબૂ મેળવીને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની સાથે શાંતિ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

બેફામ સંગઠનો પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ.

પહાડી વિસ્તારની આ જુબાજુના બંને સમુદાયના ગામોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.

કેન્દ્ર સરકારે વિસ્થાપિત લોકોના તેમના નિર્ધારિત સ્થાનો અથવા સલામત સ્થાનો પર પુનર્વસનની વ્યવસ્થા કરવા માટે પગલાં લેવા જોઈએ.

પીડિત અને અસરગ્રસ્ત લોકોને તેમના નુક્સાન પ્રમાણે યોગ્ય વળતર મળવું જોઈએ. જેમાં જાન-માલનું નુક્સાન અને અન્ય નુક્સાનનો સમાવેશ થવો જોઈએ.

મણિપુર હિંસામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની તાત્કાલિક ઓળખ કરવામાં આવે અને અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવે.

મોટી સંખ્યામાં ગુમ થયેલા લોકોને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે.

રાહત શિબિરમાં મોટી સંખ્યામાં બાળકો રહે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ.