કોંગ્રેસની સરકારને બદનામ કરવા બદલ પત્રકાર સુધીર ચૌધરી પર કર્ણાટકમાં એફઆઇઆર નોંધાઈ

બેંગલુરુ: જાણીતા પત્રકાર અને ન્યૂઝ ચેનલ આજ તકના કંસલ્ટેંટ એડિટર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી છે. ચૌધરી પર આરોપ છે કે તેણે ન્યૂઝ ચેનલ પર પોતાના શો દરમ્યાન સાંપ્રદાયિક સદ્ભાવ વિરુદ્ધ ષડયંત્ર રચવાનું કામ કર્યું છે. સમુદાય વિરુદ્ધ નફરત વધારવાના આરોપમાં સુધીર ચૌધરી વિરુદ્ધ બેંગલુરુના શેષાદ્વિપુરમ પોલીસ સ્ટેશનમાં IPCની કલમમાં FIR નોંધવામાં આવી છે. આ દરમ્યાન ભાજપે સુધીર ચૌધરી પર ફરિયાદને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું છે કે, કર્ણાટક અલ્પસંખ્યક વિકાસ નિગમના સહાયક પ્રશાસક શિવકુમારની ફરિયાદ પર બેંગલુરુના શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનમાં ચેનલ આજતક અને તેના કંસલ્ટેંટ એડિટર સુધીર ચૌધરી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 505, 153 એ (ધર્મ, જાતિ, જન્મ સ્થાન, નિવાસના આધાર પર વિવિધ સમૂહો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવા) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદકર્તાએ સુધીર ચૌધરી પર નિગમની યોજના વિશે ખોટી જાણકારી ફેલાવવા અને રાજ્યમાં સાંપ્રદાયિક સદ્ભાવ બગડાવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે. આ દરમ્યાન સુધીર ચૌધરીએ ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે કોર્ટમાં લડાઈ લડવા માટે તૈયાર છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરે પોતાના શો બ્લેક એન્ડ વ્હાઈટમાં સુધીર ચૌધરીએ દાવો કર્યો છે કે, કર્ણાટક સરકાર એવી યોજના ચલાવી રહી છે, જેનો લાભ ફક્ત અલ્પસંખ્યકોને મળે છે. બિન અલ્પસંખ્યક હિન્દુઓ તેનો લાભ લઈ શકતા નથી. સરકાર રાજ્યમાં અલ્પસંખ્યક તુષ્ટિકરણ કરી રહી છે. તેની સાથે જ ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે, તેનાથી હિન્દુઓ સાથએ અન્યાય થઈ રહ્યો છે.

ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો છે કે, આ પ્રકારના સમાચાર પ્રકાશિત કરીને હિન્દુઓ અને અન્ય ધર્મોની વચ્ચે નફરત ફેલાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે અશાંતિનો માહોલ બનાવવા અને સાંપ્રદાયિક રમખાણો ઊભા કરવાનો પ્રયાસ છે. તે જે વાત કરી રહ્યો છે, તેનાથી જાણકાર હોવા છતાં પણ આવા સમાચાર પ્રકાશિત કરીને તે રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગડાવાનું ષડયંત્ર રચી રહ્યો છે.

સરકારના વિભાગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચેનલે આ સમાચારને તોડી મરોડીને રજૂ કર્યું છે. નિવેદન અનુસાર, KMDC બેરોજગાર યુવાનોને સ્વ રોજગાર માટે ઓટોરિક્ષા, સામાન અને ટેક્સી ખરીદવા માટે 50 ટકા અથવા 3 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપી રહી છે. આ ઉપરાંત દેવરાજ ઉર્સ વિકાસ નિગમ, ડોક્ટર બી. આર. આંબેડકર વિકાસ નિગમ, વાલ્મિકી વિકાસ નિગમ અને આદિ જનભાવ વિકાસ નિગમે પણ આવી સ્કીમ લાગૂ કરી છે.

પોતાના નિવેદનમાં નિગમે કહ્યું કે, આ યોજના ફક્ત અલ્પસંખ્યક સમુદાય માટે થી, પણ પછાત વર્ગ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે પણ છે. તે હિન્દુ સમુદાયના બેરોજગાર યુવાનોને પણ તેનો લાભ મળે છે. આ યોજના હાલની કોંગ્રેસની સરકારની નહીં પણ પાછલી ભાજપ સરકારે લાગૂ કરી હતી.