અમદાવાદ, રાહુલ ગાંધીના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે નક્કી થઈ ગયું કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી ૭ મી માર્ચથી ગુજરાતમાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા ૭ માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને ૧૦ માર્ચે પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અયક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. ત્યારે હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી સોંપાશે. બુધવારે સવારે મુકુલ વાસનિક ન્યાય યાત્રાના રૂટની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરશે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને બે બેઠકો થી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોયામાં જ્યારે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપે ૨૦૨૪ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ ક્સર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં ૪૪૫ કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં ૫ દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલની યાત્રા ગુજરાતના ૭ જિલ્લામાંથી પસાર થશે. રાહુલ દેશમાં કુલ ૬૭૧૩ કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ ૧૦૦ લોક્સભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગાઁધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.
ભારત જોડો ન્યાય યાત્રા દેશના કુલ ૧૫ રાજ્યોમાંથી પસાર થશે. આ સમયગાળા દરમિયાન, ૧૧૦ જિલ્લા, ૧૦૦ લોક્સભા બેઠકો અને ૩૩૭ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. આ યાત્રા કુલ ૬૭૧૩ કિલોમીટરની હશે. આ યાત્રા જે ૧૫ રાજ્યોમાંથી પસાર થશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રા મુંબઈ, મહારાષ્ટ્રમાં પૂરી થશે.