મુંબઇ,
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કપડા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સીએમ આદિત્યનાથને ભગવો છોડીને આધુનિક વો પહેરવાની સલાહ આપી છે. હાલમાં યુપીના સીએમ બુધવારે બે દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. અહેવાલ છે કે તે નોઈડામાં ફિલ્મ સિટીને લઈને ફિલ્મી હસ્તીઓને પણ મળશે.કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ બુધવારે કહ્યું, ’તેમણે (યુપીના સીએમ યોગી આદિત્યનાથ) અહીંથી બિઝનેસ લઈ જવાને બદલે યુપીમાં વિકાસ કરવો જોઈએ.
તેઓએ ભગવા વો છોડીને આધુનિક વો પહેરવા જોઈએ, કારણ કે ઉદ્યોગ આધુનિક્તાનું પ્રતિક છે. ખાસ વાત એ છે કે યુપીમાં ભાજપ સરકાર ફિલ્મ સિટી વિક્સાવવાની તૈયારી કરી રહી છે.
દલવાઈએ કહ્યું, ’રોજ રોજ ધર્મની વાત ન કરો. ભગવા વો ન પહેરો અને થોડા આધુનિક બનો. આધુનિક વિચારો અપનાવો. આવતા મહિને લખનૌમાં ઈન્વેસ્ટર્સ સમિટ યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીની આ મુંબઈ મુલાકાત સ્થાનિક રોકાણકારોને આકર્ષવા માટે છે.
સીએમ આદિત્યનાથ ગુરુવારથી મુંબઈમાં રોડ શો શરૂ કરશે. આ દરમિયાન તેઓ નોઈડામાં ફિલ્મ સિટીને લઈને દેશના મોટા ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને મળશે. ખાસ વાત એ છે કે ડિસેમ્બરમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓના ૮ પ્રતિનિધિમંડળ ૧૬ દેશોના ૨૧ શહેરોમાં પહોંચ્યા હતા અને ૭.૧૨ લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ લાવવામાં સફળ રહ્યા હતા.
અભિનેતા અક્ષય કુમાર બુધવારે અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને રાજ્યમાં પ્રસ્તાવિત ફિલ્મ સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બેઠક શહેરની એક હોટલમાં ૩૫ મિનિટ સુધી ચાલી હતી જ્યાં યોગી આદિત્યનાથ આજે પહોંચ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુમારે આદિત્યનાથને તેમની તાજેતરની ફિલ્મ ’રામ સેતુ’ જોવા માટે વિનંતી કરી અને કહ્યું કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિક્સાવવામાં આવી રહેલી ફિલ્મ સિટીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે તે એક નવો વિકલ્પ પૂરો પાડે છે.