કોંગ્રેસના નેતાએ લોહીથી પ્રમુખ ખડગેને પત્ર લખ્યો

  • કોંગ્રેસના નેતૃત્વના સંબંધમાં તાકિદે નિર્ણય લેવામાં આવે : સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ સુરેશ મિશ્રા
  • અનિર્ણયના કારણે અજય માકને પણ રાજીનામુ આપી દીધુ છે.

જયપુર,

કોંગ્રેસના એક નેતાનો પત્ર સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ પત્રને જોઇ દરેક કોઇ આશ્ર્ચર્યમાં છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પત્રને લોહીથી લખવામાં આવ્યા છે અને આ પત્ર કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે માટે લખવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા અને સર્વ બ્રાહ્મણ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને લોહીથી લખેલ પત્ર મોકલી કહ્યું છે કે રાજયમાં કોંગ્રેસ નેતૃત્વના સંબંધમાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે પત્રમાં મિશ્રાએ કહ્યું છે કે તમે જાણો છો કે સપ્ટેમ્બરમાં શું થયું રાહુલ ગાંધી ડિસેમ્બરમાં પોતાની ભારત જોડો યાત્રાની સાથે રાજસ્થાન આવી રહ્યાં છે પાર્ટીના કાર્યકર્તા અને પ્રદેશની જનતા તમારાથી આશા કરે છે કે આપ રાજસ્થાનના સંબંધમાં તાકિદે નિર્ણય લેવામાં આવે

તેમણે કહ્યું કે ૫૨ દિવસ વીતી ગયા બાદ પણ અસમંજસની સ્થિતિ બનેલ છે અનિર્ણયના કારણે અજય માકને પણ રાજીનામુ આપી દીધુ છે.તમને વિનંતી છે કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ પાસા પર તાકિદે નિર્ણય લેવામાં આવે જેથી આપણા સરકાર પૂર્ણ બહુમતિથી સત્તામાં બની રહે અને પ્રદેશનો વિકાસ થાય તેમણે આગળ કહ્યું કે મને પુરી આશા અને વિશ્ર્વાસ છે કે મારા લોહીથી લખેલા આ પત્રને વાંચી આપ કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓની ભાવનાઓ અનુરૂપ નિર્ણય લેશો. મિશ્રાએ એ પણ કહ્યું કે લોકો ઇચ્છે છે કે કોંગ્રેસ ફરીથી રાજસ્થાનમાં સરકાર બનાવે જેના માટે ભ્રમની સ્થિતિ ખતમ થવી જોઇએ.

આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીના આગમાનને લઇ કહ્યું કે રાહુલ ગાંધીના રાજસ્થાનમાં જોરદાર સ્વાગત થાય તેમનું એવુ સ્વાગત થાય કે ભારતમાં કયાંય થયું ન હોય આ સાથે જ કહ્યું કે આ ત્યારે સંભવ હશે જયારે તમારા દ્વારા સપ્ટેમ્બરમાં થયેલ ઘટના પર પગલા લેવામાં આવશે.