કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

નવીદિલ્હી લોક્સભા ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આ તરફ હવે કોંગ્રેસ માટે ફરી એક્વાર માઠા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા.

લોક્સભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાં ખુલ્લેઆમ અસંતોષ સામે આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

નોંધનિય છે કે, આ પહેલા કોંગ્રેસ સરકારમાં ૧૫ વર્ષ સુધી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ પ્રદેશ પ્રભારી દીપક બાબરીયાની વર્તણૂક ગણાવી હતી.