મેદિનીનગર,
કોંગ્રેસે ભાજપ પર હુમલો કરતા કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ પાર્ટીના વધતા જનાધારથી ગભરાઇ ગઇ છે. કોંગ્રેસના ઝારખંડ એકમના અયક્ષ રાજેશ ઠુકારે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર (કોંગ્રેસ)ના વધતા જનાધારથી ગભરાઇ ગઇ છે અને પાર્ટી નેતા રાહુલ ગાંધીના મનોબળને તોડવાનો પ્રયાસ કરી રહી છે.જેમાં તે કયારેય સફળ થશે નહીં.મેદિનીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું કે તે ભારત જોડો યાત્રાના સમર્થનમાં ઝારખંડના ગામોમાં પોતાની પધતિથી પદયાત્રા કરી રહ્યાં છે અને આ દરમિયાન યાત્રાના સંયોજક સુબોધકાંત સહાય પણ તેમની સાથે છે.
પ્રદેશ કોંગ્રેસ અયક્ષે આરોપ લગાવ્યો કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓને જાહેર એકમો એકમો સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યાં છે જેથી ચુંટણી રાજનીતિમાં તેમને ફંડના રૂપમાં મોટી રકમ લઇ વિરોધ પક્ષોને પરાજીત કરી શકાય એક સવાલના જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચો અને કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડ અને ફુટ પાડવાના કેન્દ્ર સરકારના પ્રયાસો કયારેય સફળ થશે નહીં ભાજપ તપાસ એજન્સીઓના સહારે પ્રદેશમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં તેને સફળતા મળશે નહીં.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ઝારખંડમાં સાંપ્રદાયિક શક્તિઓની ઇચ્છા કયારેય પુરી થશે નહીં કોંગ્રેસ ઝામુમો સરકાર કોઇ ત્રીજા રાજકીય શક્તિની મદદની મોહતાજ નથી તેમણે કહ્યું કે સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે.