પાલનપુર, બનાસકાંઠાના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લેતાં ચકચાર મચી ગઇ હતી. ગેનીબેને આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતો હતો.
બનાસકાંઠા લોક્સભા બેઠકમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં વોટીંગ કરી રહ્યા હતાં દરમિયાન બપોરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળામાં બનાવાયેલા મતદાન મથકમાં પહોંચ્યા હતા. ગેની બેન ઠાકોરે આરોપ લગાવ્યો કે મતદાન મથકમાં નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતા યુવકને મે ઝડપી લીધો છે.
ગેનનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે. પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી છતાં તે દાંતાની ધરેડા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસેથી સીઆરપીએફનું બોર્ડ મળી આવ્યું છે. ગેનીબેન જણાવ્યું કે ધરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં જોવા મળ્યું કે સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજના યુવાનો મતદારોને દબાવાનો પ્રયાસ કરીરહ્યા છે. પાલનપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવાની કોશિશ કરે છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.