નડિયાદ,
ગુજરાતમાં આગામી ૫મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેઝમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું. મહુધાના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે.
કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા,ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ,પીવાનું પાણી પહોંચાડવાનું કામ,ગરીબ પરિવારોમાં બીમારીની ચિંતા દૂર કરવાનું કામ,માં કાર્ડ,પીએમજય યોજના,૧૩૦ કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા છે. કોરોનામાં અને ત્યાર પછી ગરીબોના ઘેર મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડીરોકાણ, સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. કરફ્યુ ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.
વધુમા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે.રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ,કાશીવિશ્ર્વનાથ, ઉજજેન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કામ કર્યું છે.ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી.
આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝાડફિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે..અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાલક્ષી કાર્યોથી સહુ વાકેફ છે ત્યારે તેમના વિશ્ર્વાસને મજબૂત કરવા આપણે સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,કેટલાક લોકો ઠાલા વચનો લઈને નીકળ્યા છે,કેટલાક મફત આપવા નીકળ્યા છે..પરંતુ તે લોકોની નજર ગુજરાતની તિજોરી પર છે.એવા લોકોની નજરથી ગુજરાતને બચાવવું છે.આ ગુજરાત ૨૭ વર્ષ પહેલાં કેવું હતું..અને સતત ૨૭ વર્ષ જનતાના આશીર્વાદથી ભાજપની સરકાર ગુજરાતમાં છે.જેમાં જનતાની સુખકારીમાં સતત વધારો થયો છે.માળખાગત સુવિધાઓ વધી છે..નર્મદા યોજનાનું કામ સુપેરે પૂરું થયું એ બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આભારી છે.
આપણે મહુધા સહિત ખેડા જિલ્લાની તમામ ૬ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તેવું મતદાન કરવાની આપણી સહુની જવાબદારી છે.આ જનસભામાં મહુધાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી હતી.આ સંમેલનમાં મુખ્ય દંડક પંકજ દેસાઈએ પણ મહુધાના ઉમેદવાર સંજયસિંહ મહિડાને ચૂંટી લાવી આ બેઠક પર પરિવર્તન લાવવા જનતાને અપીલ કરી હતી