
નવીદિલ્હી,
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. સંસદમાં સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાની માહિતી મળી રહી છે. જે બાદ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સસંદમાંથી ઘરે લઈ ગયા છે. જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવશે. લોક્સભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.
જે બાદ રાહુલ ગાંધી તેમને ઘર તરફ લઈ જવા રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સંસદમાં બોલવાના હતા પણ માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેઓ તેમને સંસદમાંથી ઘરે લઈ જવા નીકળી ગયા છે. ત્યારે રાહુલ સોનિયા ગાંધીને ઘરે ડ્રોપ કરી પાછા આવીને લોક્સભામાં બોલશે.
આ પહેલા યુપીએ અધ્યક્ષ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં બીમાર પડ્યા હતા. શ્ર્વસન ચેપને કારણે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના બોર્ડ ઑફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કે જેઓ વાયરલ શ્ર્વસનને લગતા ચેપ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર હતા. માતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોવાની માહિતી મળતા જ તેઓ યાત્રા અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચ્યા હતા.