નવીદિલ્હી,કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેતા ચર્ચામાં રહે છે કયારેક પોતાના નિવેદનોથી તો કયારેક પોતાની હરકતોથી.આ વખતે તેઓ એક કેસમાં ત્રણ વર્ષની સજા મળ્યા બાદ તેમનું સંસદસભ્ય રદ કરવામાં આવ્યું છે આથી તેઓ ચર્ચામાં આવ્યા છે જો કે રાહુલ ગાંધીને વિવાદો સાથે જુુનો નાતો રહેલો છે.
૧. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. ૧૯૩૮ માં એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ નામની કંપનીની રચના કરવામાં આવી, જેણે નેશનલ હેરાલ્ડ અખબાર બહાર પાડ્યું. આ કારણે કંપનીને ઘણા શહેરોમાં સરકાર પાસેથી સસ્તા દરે જમીન મળી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપ હતો કે તેઓએ યંગ ઈન્ડિયા લિમિટેડ નામની કંપની બનાવી હતી, જેનો હેતુ બિઝનેસ કરવાનો ન હતો, પરંતુ તેઓ એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડને ખરીદવા અને તેની રૂ. ૨,૦૦૦ કરોડની સંપત્તિ તેમના નામે ટ્રાન્સફર કરવા માગતા હતા.
૨. ભારત જોડો યાત્રા દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના થાણે શહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. શિંદે જૂથના નેતા વંદના ડોંગરે દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પર અપમાનજનક નિવેદનો કરીને નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ (બદનક્ષી) અને ૫૦૧ હેઠળ કેસ નોંધ્યો હતો.
૩. મુંબઈની મઝાગોન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં આપેલા સોગંદનામા મુજબ તે આ કેસમાં આઈપીસીની કલમ ૪૦૬ હેઠળ આરોપી છે. મામલો ગુનાહિત વિશ્ર્વાસભંગનો હતો. સુપ્રીમ કોર્ટના એડવોકેટ કુમાર સાનુએ કહ્યું કે કોઈએ ટ્રસ્ટ સાથે સમજૂતી કરી અને પછી સામેના વ્યક્તિએ એવું કામ કર્યું, જેના કારણે તે વિશ્ર્વાસ તૂટી ગયો. તો આવા કેસમાં આઈપીસીની કલમ ૪૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
૪. કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતે કૉપિરાઇટ ઉલ્લંઘન માટે બેંગલુરુમાં સ્ઇ્ મ્યુઝિક કંપની દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. કંપનીનો આરોપ છે કે ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ ના ગીતનો ઉપયોગ ભારત જોડ યાત્રા દરમિયાન કરવામાં આવ્યો છે. આ કેસ ગયા વર્ષે નવેમ્બરમાં નોંધાયો હતો. જો કે ડિસેમ્બરમાં કર્ણાટક હાઈકોર્ટે કેસની સુનાવણી કરતા એફઆઈઆર બાદ તપાસ પર રોક લગાવી દીધી હતી. આઈપીસી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ અને કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ કેસો ૨૦૧૮ માં રાહુલ ગાંધી વિરુદ્ધ રાંચીની સબ-ડિવિઝન કોર્ટમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તેના પર કલમ ૪૯૯ અને ૫૦૦ પણ લગાવવામાં આવી હતી. રાહુલ ગાંધી પર ૨૦૧૬માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પણ બનાવટી અને વિશ્ર્વાસભંગનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં તેના પર કલમ ૪૦૬, ૪૦૩, ૪૨૦ અને ૧૨૦મ્નો પણ આરોપ હતો. આ સિવાય ૨૦૧૪માં મહારાષ્ટ્રના ભિવંડી અને ૨૦૧૬માં આસામના ગુવાહાટીમાં પણ રાહુલ ગાંધી પર આઇપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.