બ્રસેલ્સ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે ગયા છે. તેમણે બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન સંસદમાં એમઇપી(યુરોપિયન સંસદના સભ્યો) સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો.એમઈપી એલ્વિના અલ્મેત્સા અને એમઈપી પિયર લારોઉટોરોએ મીટિંગનું સહ-યજમાન કર્યું. રાહુલ ગાંધી મંગળવારે યુરોપના પ્રવાસે રવાના થયા હતા. તેઓ શુક્રવારે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કર્યા બાદ બપોરે બ્રસેલ્સમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી યુરોપિયન યુનિયનના વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના ઈમિગ્રન્ટ્સ સાથે મુલાકાત કરી હતી રાહુલ ગાંધીએ ફ્રાન્સની રાજધાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આવતીકાલ ૯ સપ્ટેમ્બરે ફ્રાન્સના સાંસદો સાથે બેઠક કરશે. આ સાથે તેઓ સાયન્સ પો.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેમનો પેરિસમાં ફ્રાન્સના મજૂર સંઘની બેઠકમાં ભાગ લેવાનો પણ કાર્યક્રમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ૧૦ સપ્ટેમ્બરે નેધરલેન્ડ જવા રવાના થશે. ત્યાં તેઓ ૪૦૦ વર્ષ જૂની લીડેન યુનિવર્સિટીની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ૧૧ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા નોર્વે જશે જ્યાં તેઓ ઓસ્લોમાં દેશના સાંસદોને મળશે અને સ્થળાંતર કરનારાઓ માટે એક કાર્યક્રમને સંબોધિત કરશે.એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ રાહુલ ગાંધી માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જી-૨૦ સમિટના એક દિવસ બાદ ૧૨ સપ્ટેમ્બરે રાત્રે તેઓ દેશ પરત ફરવાના છે. જી-૨૦ લીડર્સ સમિટ દિલ્હીમાં ૯ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.