મુંબઇ,
મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અયક્ષ મોહમ્મદ આરિફ નસીમ ખાને રાષ્ટ્રપતિ દ્વોપદીને પત્ર લખી માંગ કરી છે કે દેશનો સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવને મરણોપરાંત આપવો જોઇએ
તેમણે કહ્યું છે કે સપાના દિવંગત નેતાએ વંચિત વર્ગોના દર્દને સમજયુ છે અને તેમના માટે સંધર્ષ કર્યો છે સમગ્ર દેશે સમાજવાદી પાર્ટીના નેતાના નિધન પર શોક વ્યકત કર્યો છે.હું વિનંતી કરૂ છું કે કરોડો લોકોની ભાવનાઓના સમ્માનમાં તેમને ભારત રત્નથી સમ્માનિત કરવા જોઇએ.
મોહમ્મદ આરિફ નસીમ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે મુલાયમસિંહ યાદવને પણ ભારત રત્ન આપવો જોઇએ બલિયાથી ભાજપના સાંસદ વીરેન્દ્ર સિંહે ગત મહીને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહની સ્મૃતિમાં સભાગારના નિર્માણ માટે પોતાના સાંસદ કોષથી ૨૫ લાખ રૂપિયા મંજુર કર્યા હતાં.
પ્રસ્તાવિત સભાગારનું નિર્માણ બલિયા જીલ્લા અદાલતના પરિસરમાં કરવાનું છે અને તેનું નામ ધરતીપુત્ર મુલાયમસિંહ યાદવ સંવાદ ભવન રાખવામાં આવશે ઉત્તપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે કેન્દ્રીય રક્ષા મંત્રી તરીકે પણ કાર્ય કર્યું છે તેમના પ્રશંસક તેમને પ્રેમથી નેતાજી કહેતા હતાં.