નવીદિલ્હી,લોક નિર્માણ વિભાગ (પીડબ્લ્યુડી)એ દિલ્હીમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરની નિર્માણાધિન ઇમારત પર સામાન્ય કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવી દીધો. આ કાર્યવાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની મંજૂરી વિના બનાવવામાં આવેલા ૩ પગથિયાંને લઈને કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, નિર્માણ માપદંડો મુજબ, એક ઇમારતમાં જતા પગથિયાં તેના બહાર નહીં બનાવી શકાય. તેનો દાયરો એટલો જ હોવો જોઈએ જેટલો નક્કી હોય.
પીડબ્લ્યુડીના એક અધિકારીએ કહ્યું કે, નિર્માણના માપદંડો મુજબ, કોઈ ઇમારતમાં જનારા પગથિયાં તેની બહાર નહીં બનાવી શકાય. પગથિયાં ઇમારતના ગેટની અંદર જ હોવા જોઈએ.પીડબ્લ્યુડીએ આ અઠવાડિયાની શરૂઆતમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને કોંગ્રેસ હેડક્વાર્ટરના અધિકારીઓને તેને લઈને પહેલા જ જાણકારી આપી દેવામાં આવી હતી. પીડબ્લ્યુડી એક અન્ય અધિકારીએ કહ્યું કે,પીડબ્લ્યુડીના એક સર્વેક્ષણ બાદ સામે આવ્યું કે, પગથિયાં ફૂટપાથનું દબાણ કરી રહ્યા હતા અને આ કાયદાકીય રીતે ખોટા હતા એટલે હિસ્સાને હટાવી દેવામાં આવ્યો.
પીડબ્લ્યુડીના અધિકારીએ કહ્યું કે, આ પગથિયાંને તોડવા માટે કોંગ્રેસ તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી હતી. આ કોઈ મોટું ડિમોલિશન નહોતું. તેમણે કર્મચારીઓના પ્રવેશ માટે સાઇડ એન્ટ્રી પર વધારાના ૩ પગથિયાં બનાવ્યા હતા, જેનું નિર્માણ એમસીડી દ્વારા અનુમોદીત યોજના મુજબ નહોતું. એટલે તેને તોડી દેવામાં આવ્યા. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સરકારના પ્રશાસનિક નિયંત્રણમાં આવનારા PWD રાજધાનીમાં આ વર્ષે પ્રસ્તાવિત જી-૨૦ સમિટની તૈયારીઓ હેઠળ ગેરકાયદેસર ઢાંચા હટાવવા માટે શહેરમાં દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે.