- દાહોદમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો.
- સ્માર્ટ સિટી દાહોદમાં પાણી છ દિવસે મળે પરંતુ દારૂ ઠેર-ઠેર મળે : અમિત ચાવડા.
દાહોદ, દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં દાહોદ વાસીઓની સમસ્યાઓ સાંભળવા માટે જનમંચ કાર્યક્રમ શહેરના ગોવિંદ નગર ચોકમાં યોજ્યો હતો. જેમાં દાહોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી તેમને પરથી મુશ્કેલીઓ તેમજ તેમની વેદના વ્યક્ત કરી હતી. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ અત્રે લોકો દ્વારા રજુ કરેલી તમામ સમસ્યાઓની ડાયરીમાં નોંધ કરી હતી, તો બીજી તરફ દાહોદ વાસીઓની સમસ્યાઓને વિધાનસભા ફ્લોર પર પૂરજોસ થી ઉઠાવવા માટે બાહેધરી આપી હતી અને જરૂર પડવા પર દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવા માટે તેઓએ જણાવ્યું હતું અને કોંગ્રેસ સમિતિ આવનારા સમયમાં શહેરના દરેક વોર્ડમાં તેમજ તમામ તાલુકા મથકો ઉપર લોકોની સમસ્યાઓ જાણવા માટે જનમંચ કાર્યક્રમ યોજશે અને તે સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સામે બાથ ભીડશે તેમ પણ જણાવ્યું હતું.
દાહોદ શહેરના ગોવિંદ નગર ચોકમાં દાહોદ કોંગ્રેસ સમિતિએ લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જન્મજ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ આંકલાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમાં કોઈ કારણોસર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા નહોતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, રિટાયર્ડ આઈએસ અધિકારી, તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ દાહોદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી જનમેદની ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં, દાહોદ શહેરના પીવાના પાણીની સમસ્યા, વાલ્મિકી સમાજના કર્મચારીઓ દ્વારા કાયમી કરવા માટેની રજૂઆતો, નળ સે જળ યોજનામાં પહેલા ભ્રષ્ટાચાર, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચ્યું નથી. બારમા ધોરણનો નબળું આવેલા પરિણામો, સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલી ડીમોલેશન પ્રક્રિયામાં ધાર્મિક સ્થાનોને તોડી પાડી લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. તે અંગે ન્યાય અપાવવા, લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ફી વધારાનો મુદ્દો, ડિમોલેશનમાં વિસ્થાપિત થયેલા વેપારીઓના વૈકલ્પિક વ્યવસ્થા માટે, રળીયાતી ખાતે આવેલા 480 આવાસોમાં અસુવિધાઓ બાબતે, સસ્તા અનાજ લાભાર્થીઓને ન મળતા હોવાની રજૂઆતો, જળ જંગલ જમીનના અધિકારો, આવાસો ન મળ્યા હોવાની રજૂઆતો, ઝાલોદ તાલુકાના ફૂલપુરામાં 15 વર્ષે યુવતીના અપ મૃત્યુ કેસમાં પોલીસ દ્વારા ફરિયાદનો નોંધતા હોવાની ગંભીર રજૂઆત તેમજ ઉપરોક્ત બાબતોમાં જો લાભાર્થીઓને લાભ મળતો હોય તો સંબંધિતો દ્વારા લાંચ માંગતા હોવાના આક્ષેપો લગાવી ઉપરોક્ત બાબતોએ સામુહિક રજૂઆતો કરવામાં આવી હતી. જે તમામ રજૂઆતોને વિધાનસભા ફ્લોર પર પૂરી તાકાતથી ઉઠાવવા માટે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ડાયરીમાં નોંધ કરી હતી અને અત્રે ઉપસ્થિત જનમેદની ને બાહેધારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપની આ સરકારમાં ફક્ત ભ્રષ્ટાચાર છે. સ્માર્ટ સિટી દાહોદમાં 600 દિવસ સુધી પાણી મળતું નથી પરંતુ ઠેર-ઠેર દારૂ મળે છે. તેઓએ આપ મૃત્યુ કેસમાં પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. તો સાથે સાથે નળ સેજલ યોજનામાં કથિત ભ્રષ્ટાચાર અંગે પણ સરકારને ઘેર્યા હતા. તેઓએ મીડિયા સમક્ષ વાતચીતમાં કહ્યું હતું કે, આ તમામ મુદ્દાઓને લઈ ગુજરાત કોંગ્રેસ દાહોદવાસીઓની પડખે છે અને આ તમામ મુદ્દા વિધાનસભા ગૃહમાં ગુંજશે અને જરૂર પડ્યે દાહોદવાસીઓને પડખે ઉભા રહેવાનું પણ જણાવ્યું હતું. તેઓએ આ જનમંચ કાર્યક્રમ આગામી સમયમાં દાહોદ શહેરના દરેક વોર્ડ તેમજ તાલુકા મથકો ઉપર પણ યોજવા માટે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિને હાકલ કરી હતી. ગોવિંદ નગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રજૂઆત કરતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.