કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી હાર્યા,ભાજપના કૌશિક વેકરીયા જીત્યા

અમરેલી,

અમરેલી જીલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. ૨૦૧૭માં જીલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ ૨૦૨૨માં પોતાની બેઠકો જાળવી રાખવામાં કોંગ્રેસ અસફળ રહ્યું છે. અમરેલી બેઠક પરથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાજપના કૌશિક વેકરીયા સામે હારી ગયા છે. અમરેલીથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીથી વિરજી ઠુમ્મર, રાજુલા બેઠકથી અમરિષ ડેર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો પરાજય થયો છે

અહીં મહત્વનું છે કે અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખૂબ જ મોટા તફાવત સાથે શરૂઆતથી જ પાછળ રહ્યાં હતાં અને ત્રીજા નંબર પર ચાલી રહ્યા હતાં

અમરેલી જીલ્લાની કુલ પાંચ બેઠકો ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા આ તમામ બેઠકો પર ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની સાથે સાથે આપના ઉમેદવારોનો પણ સામનો કરવો પડયો હતો