
ગોધરા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139માં અને કોંગ્રેસ સેવાદળના 101માં સ્થાપના દિન નિમિતે પંચમહાલ જીલ્લા કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા/તાલુકા/શહેર કોંગ્રેસના પદાધિકારી આગેવાનઓ કાર્યકર મિત્રોની ઉપસ્થિતીમાં ધ્વજવંદન કરી ઉજવણી કરવામા આવી હતી. જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી, પૂર્વ મંત્રી ઉદેસિંહ બારીયા સહિત જીલ્લા અને તાલુકાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.