કોંગ્રેસ મુક્ત ભારત અસંભવ, દેશના વિકાસ માટે તેનું અસ્તિત્વ જરૂરી – શરદ પવાર

મુંબઇ,

કોંગ્રેસ દ્વારા ૨૮ ડિસેમ્બરના રોજ પોતાનો ૧૩૮ મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે પૂણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એનસીપી ચીફ શરદ પવાર પણ જોડાયા હતા. શરદ પવારે કોંગ્રેસના કાર્યર્ક્તાઓને સંબોધન કરતા સમયે દેશ માટે કોંગ્રેસે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આ સાથે તેમણે જાણાવ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ભારત શક્ય નથી, કારણ કે કોઇપણ પાર્ટીની વિચારધારા અને યોગદાનની અવગણના કરી શકાય નહીં.

આપણે કોંગ્રેસના યોગદાન અને ઇતિહાસને ભૂલી શકીએ નહીં – શરદ પવાર પોતાના સંબોધનમાં એનસીપી સુપ્રિમો શરદ પવારે જણાવ્યું હતું કે, આ સ્થળ (પૂણે) ઘણી ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. કોંગ્રેસનામહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના લગભગ તમામ દિગ્ગજ નેતાઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ અગાઉપૂણેમાં કોંગ્રેસ કાર્યાલય રાજ્યનું મુખ્ય કાર્યાલય હતું. કેટલાક લોકો કહે છે કે, અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, પરંતુ ભારતને કોંગ્રેસ મુક્તબનાવવું શક્ય નથી. જો આપણે ભારતને આગળ લઈ જવુ હોય, તો કોંગ્રેસને આગળ લઈ જવી પડશે, કોંગ્રેસની વિચારધારાને કોઈ અવગણીશકે નહીં. આપણે કોંગ્રેસના યોગદાન અને ઇતિહાસને ભૂલી શકીએ નહીં.

એનસીપીના વડાના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સિવાય સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે પણ સાથે આવવાનો નિર્ણય કર્યો છે. તેમને ખાતરી છે કે, કોંગ્રેસ મુક્ત ભારતની વિચારધારાનો સામનો કરવા અને તેને હરાવવા માટે અમને તમારું સમર્થન મળશે. ૧૯૯૯માં છોડી હતી કોંગ્રેસ ઉલ્લેખનીય છે કે, આ પહેલા શરદ પવાર પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ ૧૯૯૯માં તેમણે મોટો નિર્ણય લેતા કોંગ્રેસ છોડી દીધી હતી.જે બાદ તેમણે એનસીપીની રચના કરી હતી. જોકે, બાદમાં તેમણે કોંગ્રેસ સાથે ઘણીવાર ગઠબંધન કર્યું હતું.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઈના સોમૈયા મેદાનમાં વિશાળ રેલી યોજી હતી. આ દરમિયાન કન્હૈયા કુમાર, નાનાપટોલે, કેસી વેણુગોપાલ, અશોક ચવ્હાણ અને ઇમરાન પ્રતાપગઢી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખડગેએ રાષ્ટ્રવજ ફરકાવ્યો હતો.