કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં ફાવ્યા, ૧૪ કોંગ્રેસી નેતાઓને ભાજપે ટિકિટ આપી

ગાંધીનગર,
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પોતાની સત્તાવાર યાદી જાહેર કરે છે. પ્રથમ યાદીમાં ૧૬૦ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કર્યા, તો અનેકોને પત્તા કાપ્યા છે. પરંતું આ યાદીમાં આંખે ઉડીને વળગે તેવી બાબત એ છે કે, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં સૌથી મોટી લોટરી હાદક પટેલને લાગી છે. હાદક પટેલને વિરમગામથી ટિકિટ મળી છે. કોંગ્રેસને રામ રામ કહીને આવેલા ૧૪ નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. કુંવરજી બાવળિયા, હાદક પટેલ, ભગા બારડ સહિત ૧૪ નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યુ છે અને તેમને ટિકિટ આપી જે જેમને ટિકિટ મળી છે તેમના નામ નીચે પ્રમાણે છે.
કુંવરજી બાવળિયા – જસદણ
જવાહર ચાવડા – માણાવદર
જીતુ ચૌધરી – કપરાડા
ભગા બારડ – તલાલા
જયેશ રાદડીયા – જેતપુર
રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય
હર્ષદ રિબડિયા – વિસાવદર
પ્રદ્યુમ્નસિંહ જાડેજા – અબડાસા
હાદક પટેલ – વિરમગામ
બળવંતસિંહ રાજપૂત – સિદ્ધપુર
અશ્ર્વિન કોટવાલ – ખેડબ્રહ્મા
જયદ્રથ સિંહ પરમાર – હાલોલ
રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા – છોટાઉદેપુર
જેવી કાકડિયા – ધારી