- ૭૦ વર્ષમાં કોંગ્રેસે ભારત દેશ બનાવ્યો છે, એનું ફળ તમે ભોગવી રહ્યા છો.
અમદાવાદ,
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર વાર કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ માટે ખોટો પ્રચાર અહી કરવામાં આવે છે. અમારા નેતાઓ માટે ખોટો પ્રચાર કરાય છે. આ ચુંટણી ગુજરાતની જનતાની છે અને ગુજરાતની જનતા હોશિયાર છે. માટે જ દેશના દરેક ખૂણામાં ગુજરાતી ફેલાયેલા છે. કાશ્મીરથી કન્યા કુમારી સુધી ગુજરાતી વસેલા છે. ગુજરાતની જનતા કોંગ્રેસની ફેવરમાં નિર્ણય લઇ રહી છે, માટે ભાજપના રાષ્ટ્રીય નેતા વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે. કેટલાક લોકો વારંવાર મહાત્મા ગાંધીનું નામ લઇને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરે છે, ગુજરાતની જનતા કોંગ્રેસ તરફી છે એવું ભાજપના યાને આવ્યું છે. એટલે જ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવી રહ્યા છે. ભાજપના નેતા વોટ માંગતા સમયે પણ પોતાના નામે વોટ માંગે છે, પાર્ટીના નામે નહિ.
તેમણે કહ્યું કે મોદી કહે છે આ ગુજરાત મેં બનાવ્યુ છે, પણ ગુજરાતના અન્ય લોકોનો પણ ફાળો છે. ગુજરાતને બનાવવમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓ અને મોરારજી દેસાઇની પણ ભૂમિકા છે. કોંગ્રેસે ૭૦ વર્ષમાં કશું નથી કર્યું એ ભાજપનો કોમન ડાયલોગ છે, ૭૦ વર્ષમાં કોંગ્રેસે ભારત દેશ બનાવ્યો છે, એનું ફળ તમે ભોગવી રહ્યા છો. અમારા નેતાઓ ફાંસીએ ચડ્યા, બલિદાન આપ્યાં ત્યારે દેશ આઝાદ થયો છે, આ બધી વાતોનો અમે વારંવાર ઉલ્લેખ નથી કરતા. મોદી-શાહથી સૌ કોઈ પરેશાન છે, અમારા લોકો ગામડે ગામડે, બુથ બુથ લડી રહ્યા છે. હું જ્યારે રેલવે મીનીસ્ટર હતો ત્યારે ગુજરાતને ઘણું આપ્યું પણ ક્યારે ઢોલ નથી પીટ્યા. એવુ નથી કહ્યું કે, મેં કર્યુ છે.