કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

હિંમતનગર, લોક્સભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. ૨૦૧૭માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે.

ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ હોવાના લીધે કોંગ્રેસમાંથી તેમના રાજીનામાના પગલે સમગ્ર થરાદમાંથી કોંગ્રેસ ભૂંસાઈ જાય તેવી સંભાવના ઊભી થઈ છે. કોંગ્રેસ માટે ચૂંટણી સમયે આ ગાબડું પૂરવું અત્યંત કપરું હશે. આમ થરાદ રાજપૂત પ્રમુખ કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. થરાદમાંથી રાજપૂતના રાજીનામાના પગલે ત્યાં કોંગ્રેસની પક્કડ ઓછી થઈ જાય તેમ માનવામાં આવી રહ્યુ છે. આના પગલે લોક્સભા તો બરોબર પણ પછીની વિધાનસભા ચૂંટણીમાં પણ તેને અસર પડે તેવી સંભાવના છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસ તેને ત્યાં સતત પડી રહેલા ગાબડા પૂરવા કશું કરી રહી નથી. આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા હાદક પટેલના વિધાનો સાચા પડી રહ્યા છે. તેણે કહ્યું હતું કે હજી તો કોંગ્રેસના કેટલાય આગેવાનો અને નેતાઓ ભાજપમાં જોડાવવાની રાહ જોઈને બેઠા છે. આજે હાર્દિક પટેલની તે વાત સાચી પડી છે.