બેંગ્લુરુ,કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. સુરજેવાલાએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઓડિયો ક્લિપ ચલાવીને આ દાવો કર્યો હતો. કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે, ચિત્તાપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ મલ્લિકાર્જુન ખડગે અને તેના પરિવારની હત્યા કરવાની વાત કરી રહ્યા છે તેમ આરોપ લગાવ્યો હતો. ત્યારે રણદીપ સુરજેવાલાના આ આરોપ પર હવે મણિકાંતે પોતાનો ખુલાસો કર્યો છે.
કોંગ્રેસ પર ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે તેમના પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવતા કહ્યું, “મારા કાર્યર્ક્તાએ મને તે વિડિયો બતાવ્યો, હું એ જોઈને આશ્ર્ચર્યચક્તિ થઈ ગયો કે કોંગ્રેસ હારી જવાથી એટલી ડરી ગઈ છે કે હવે ભાજપ પર ખોટા આરોપો લગાવી રહી છે. ભાજપ સમગ્ર રાજ્યમાં પ્રચાર કરી રહ્યું છે, તેથી જ તેઓ આ આક્ષેપો કરી રહ્યા છે. આ જોતા અમે કોંગ્રેસ વિરુદ્ધ નકલી વીડિયો-ઓડિયો વાયરલ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. મેં કોઈને ધમકી આપી નથી.”
પત્રકારો સાથે વાત કરતા ભાજપના નેતા રાઠોડે કહ્યું, “મને ખૂબ જ આશ્ર્ચર્ય થયું છે. કોંગ્રેસ ચૂંટણી હારવાનો ડર છે. તેથી જ તેઓ આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે. મેં કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.” તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જે વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે તે ખોટા છે અને મેં કોઈને ધમકી આપી નથી. કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેના પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને “મારવા” માટે “ભયંકર કાવતરું” ઘડી રહ્યું છે. બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ ચલાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચિત્તપુરના ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે ખડગે માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને અને તેમના પરિવારને ખતમ કરવાની વાત સાંભળી શકાય છે.
મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં મણિકાંત રાઠોડની ગયા વર્ષે નવેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હકીક્તમાં, તે સમયે એક મીડિયા કોન્ફરન્સમાં તેણે પ્રિયંક ખડગેને શૂટ કરવાની ઈચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નિવેદન મુજબ ભાજપ અને તેના નેતૃત્વની નિરાશા હવે ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે, “આ નાપાક અને ભયાનક હત્યાના કાવતરાનો ૬.૫ કરોડ કન્નડિયોનો જવાબ આગામી રાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આ ખૂની વિચારને ખતમ કરવાનો છે.”