કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પુજા ભટ્ટ સામેલ થઈ


હૈદરાબાદ,
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાનાના હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં આજે પદયાત્રા શરુ કરી જેમાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઈ હતી.કોંગ્રેસે ટ્વિટ કરીને પૂજા ભટ્ટના યાત્રામાં સામેલ થવાના ફોટા શેર કર્યા છે.
ભારત જોડો યાત્રામાં સતત લોકો જોઇએ રહ્યાં છે અને બધા લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી. પૂજા ભટ્ટની ભારત જોડો યાત્રામાં ભાગ લેવાની માહિતી કોંગ્રેસ પાર્ટીના જ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સાથે જ લખ્યુ કે, ’દરરોજ નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટે રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રામાં થોડા સમય માટે ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ પહેલા અભિનેત્રી પૂનમ કૌર પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેમની અને રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી હતી. જેમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. આ તસવીરને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયુ હતુ. જોકે, પૂનમે પ્રીતિ ગાંધીને જવાબ આપતા કહ્યુ હતુ કે, ’હું લપસી ગઈ હતી અને લગભગ પડી જવાની હતી, ત્યારે જ રાહુલ સરે મારો હાથ પકડી લીધો. પીએમ મોદી નારી શક્તિની વાત કરે છે પરંતુ તમે એ જ શક્તિનુ અપમાન કરી રહ્યા છો.’

Don`t copy text!